Advertisement
Author: નોબત સમાચાર

નાના થાવરીયા ગામના ખેતરમાંથી મળી ઈંગ્લીશ દારૂની ૯૮૨ પેટીઃ આરોપી ફરાર

ત્રણ વાહન મળી રૂ.૩૮ લાખનો ઉપરાંતનો મુદ્દામાલઃ દારૂના અન્ય સ્થળે દરોડાઃ

જામનગર તા.૨૦ : જામનગર નજીકના નાના થાવરીયા ગામમાં આવેલા એક ખેતરમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી દારૂનું કટીંગ ઝડપી લીધુ છે. ટ્રક તથા બોલેરો પીકઅપ વાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧૭૮૪ બોટલ મળી આવી છે. પોલીસે ખેતર માલિકના સગડ દબાવ્યા છે અને સ્થળ પરથી બે વાહન, એક સ્કૂટર સહિત રૂ.૩૮૪૩ ૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. જ્યારે ઈન્દિરા કોલોની, કાલાવડના પીઠડીયા-ર ગામ, ઓશવાળ કોલોની, ચાંદી બજાર તથા શેઠવડાળા નજીક નરમાણા ગામ પાસેથી પણ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો છે

જામનગર તાલુકાના નાના થાવરીયા ગામની સીમમાં એક ખેતરમાં ઈંગ્લીશ દારૂનું કટીંગ કરાઈ રહ્યું હોવાની બાતમી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને મળતા પીઆઈ એમ.એન. શેખ તથા પીએસઆઈ એચ.વી. ગોહિલ અને સ્ટાફે ત્યાં આવેલા ભરત સિંહ લાખાજી જાડેજા નામના શખ્સના ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ વેળાએ પોલીસને આવતી જોઈ ત્રણ વાહન મૂકી કેટલાક શખ્સો દોટ મૂકીને નાસી ગયા હતા.

સ્થળ પર પહોંચેલી પોલીસે જીજે-૧૦-ઝેડ ૬૫૦૯ નંબરના ટ્રક તથા જીજે-૩-બીવાય ૭૪૧૦ નંબરના બોલેરોની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૧૧૭૮૪ બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ.૧૭રપ૬૦૦ની કિંમતનો દારૂનો જથ્થો, ટ્રક, બોલેરો તેમજ એક સ્કૂટર મળી કુલ રૂ.૩૮૪૩૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. જ્યારે ટ્રકમાંથી જેના નીચે છૂપાવીને લાવવામાં આવ્યો હતો તે પાવડરનો જથ્થો પણ ઝબ્બે લેવાયો છે. ભરતસિંહ લાખાજી જાડેજાની શોધ શરૂ કરાઈ છે.

જામજોધપુર તાલુકાના નરમાણા ગામથી સખપુર તરફ જવાના રોડ પરથી પોલીસે વેસ્તા ઉર્ફે મગન ચમારીયા, વાખલા નામના શખ્સને ઈંગ્લીશ દારૂના ૪૬ ચપટા સાથે પકડી પાડ્યો છે.

જામનગરના ઓશવાળ કોલોનીમાંથી સંજય બાબુભાઈ ભદ્રા ઉર્ફે બેના નામનો શખ્સ દારૂની દસ બોટલ સાથે ઝડપાયો છે. તેણે રાજ જગદીશભાઈ લખીયરનું નામ આપ્યું છે. ચાંદીબજાર વિસ્તારમાંથી રવિન્દ્ર વસંતભાઈ અઘેરા નામનો શખ્સ બાઈકમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ લઈ જતો મળી આવ્યો છે. તેણે રવિ પટેલનું નામ આપ્યું છે. કાલાવડના પીઠડીયા-ર ગામમાંથી મુકેશ ધાનસિંગ વસુનીયા નામનો શખ્સ દારૂની ૧૦ બોટલ સાથે મળ્યો છે.

જામનગરના ખેતીવાડી ફાર્મ પાસે ઈન્દિરા કોલોનીમાં રહેતા દિલીપ મંગાભાઈ સુરડીયા નામના શખ્સને પોલીસે દારૂની બોટલ સાથે પકડી પાડ્યો છે.

જામનગરના ખેતીવાડી ફાર્મ નજીક ઈન્દિરા કોલોનીમાં રહેતા દિલીપ મંગાભાઈ સુરડીયા નામના શખ્સને પોલીસે દારૂની બે બોટલ સાથે પકડી પાડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh