Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુટલેગરો, અસામાજિન તત્ત્વોના ઘેર હાથ ધરાયું ચેકીંગઃ નગરસેવક સહિતના આસામીઓ સપડાયાઃ
જામનગર તા. ૨૦: જામનગર શહેર-જિલ્લામાં પોલીસતંત્ર દ્વારા વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી કેટલાક બુટલેગરો, અસામાજિક તત્ત્વો તેમજ અગ્રણીઓના ઘેર વીજ ચેકીંગ શરૂ કરાયું છે. જેમાં રૂપિયા દોઢેક કરોડ ઉપરાંતની વીજચોરી ઝડપાઈ જવા પામી છે. આજે કરાયેલા ચેકીંગમાં એક નગરસેવક, એક પૂર્વ નગરસેવક અને એક કુખ્યાત શખ્સના મકાનમાંથી રૂ.૮ લાખ ઉપરાંતની વીજ ચોરી મળી છે. સિક્કા, લાલપુર, જોડિયા પંથકમાં પણ બુટલેગરોના ઘેર પોલીસ અને વીજતંત્રની ટીમો ત્રાટકી છે.
જામનગર ઉપરાંત સમગ્ર રાજ્યમાં નામચીન શખ્સો સામે કડક કાર્યવાહી કરવા રાજ્યના મુખ્ય પોલીસવડા વિકાસ સહાયે આપેલી સૂચના પછી રાજ્યના ગૃહમંત્રીએ દરેક જિલ્લાઓમાં નામચીન શખ્સોને જેર કરવા આપેલા માર્ગદર્શન હેઠળ જિલ્લાભરની પોલીસ આવા તત્તવોને પકડી પાડવા કટિબદ્ધ બની છે.
તે ઉપરાંત અસામાજિક તત્વોના રહેણાંકમાં વીજચોરી પણ થતી હોવાના અહેવાલો મળતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ તંત્ર વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી આરોપીઓના ઘેર તપાસ માટે ધસી ગયું છે. ગઈકાલે જોડિયા, લાલપુર તેમજ પંચકોશી એ ડિવિઝન, બી ડિવિઝન વિસ્તારમાં આવેલા બુટલેગરો ના ઘેર ચકાસણી કરવામાં આવતા ફફડાટ વ્યાપ્યો છે.
લાલપુર પોલીસ મથક હેઠળના પીપળીના ચારણનેસ માં સહદેવ કમા ગુજરીયા, હરદાસ દેશળ ગુજરીયા, મેમાણાના નાગરાજસિંહ આર. જાડેજા, ટેભડાના હમીદા રાયબ હાલેપોત્રા, મુળીલાના નારણ પૂંજા વસરા, ધરમપુરના કિરણ રૂડાભાઈ રાઠોડ, ખટીયાના મામદ ઓસમાણ શેઢા, રહીમ મામદ શેઢા, ઈસ્માઈલ ઓસમાણ શેઢા નામના નવ વ્યક્તિના ઘરેથી કુલ રૂપિયા સાડા પાંચેક લાખ ની વીજચોરી મળી આવી છે.
તે ઉપરાંત જામનગર શહેરમાં પટ્ટણીવાડ વગેરે વિસ્તારોમાં પણ વીજ ચેકીંગ કરાઈ રહ્યું છે. જેમાં નગરસેવક અસલમ કરીમ ખીલજીને ત્યાં ચકાસણી દરમિયાન સીધુ વીજ જોડાણ મેળવાયું હોવાનું જણાઈ આવતા રૂ.૩ લાખ પર હજારની વીજચોરીનો ગુન્હો નોંધાયો છે. તે ઉપરાંત જુનેદ ચૌહાણ નામના શખ્સના મકાનમાંથી પણ રૂ.૪ લાખ ૩૪ હજારની વીજચોરી મળી છે. વાઘેરવાડામાં ગની બશર નામના પૂર્વ નગરસેવકના મકાનમાંથી પણ રૂ.૯૦ હજાર ઉપરાંતની વીજચોરી ઝડપી લેવાઈ છે. અન્ય કેટલાક મકાનોમાં પણ લંગરીયા જોવા મળતા વીજ તંત્ર, પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે.
સિક્કાના મુંગણીમાં યુવરાજસિંહ કિરીટસિંહ દેદા, સુરેન્દ્રસિંહ ભીખુભા કંચવા તેમજ લક્ષ્મણ નારણ સિંધવ, હિમત કેશવ સિંધવ, જગદીશ વાલજી ચૌહાણ નામના પાંચ શખ્સને વીજચોરી કરતા પકડી લેવાયા છે. તેઓને રૂ.૧૨ લાખ ૨૦ હજારનો દંડ ફટકારાયો છે.
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પોલીસે વીજ તંત્રને સાથે રાખી શરૂ કરેલી કાર્યવાહીમાં ૧૭૦થી વધુ વીજ ચોરીના ગુન્હા નોંધાઈ ગયા છે. અંદાજે રૂ.૧ કરોડ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
ખંભાળિયા પોલીસે આડેધડ વાહન ચલાવી સ્ટંટ કરતા શખ્સો પર પણ કાર્યવાહી કરી છે. પોલીસે ૧૨ મોટર સાયકલ ડીટેઈન કરી લઈ ૧૨ સ્ટંટબાજોને લોકઅપના દર્શન કરાવ્યા છે. તે ઉપરાંત ખંભાળિયા પંથકમાં પણ કેટલાક નામચીન શખ્સોના રહેણાંકમાં વીજ ચેકીંગ હાથ ધરાયું છે. જ્યાંથી વીજચોરી મળી રહી છે ત્યાંના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial