Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈશ્વિક પરિબળોના કારણે
મુંબઈ તા. ૧૧: વૈશ્વિક શેરબજારોના કારણે સેન્સેકસમાં પ્રારંભમાં ૪૦૦ થી વધુ પોઈન્ટનું ગાબડું પડયું હતું. શેર વર્ષના તળિયે પહોંચ્યા હતાં. આઈટી-ટેકનો શેર્સ કડડભૂસ થયો હતો. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેકસમાં ૫૦ પોઈન્ટના ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં મંદીના એંધાણ વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં નોંધાયેલા કડાકાની અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી હતી. સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ ૪૫૧.૫૭ પોઈન્ટ તૂટ્યો હતો. ૧૦.૩૦ વાગ્યે ૧૭૮.૫૫ પોઈન્ટ તૂટી ૭૩૯૩૬.૬૨ પર ટ્રેડ થઈ રહૃાો હતો. નિફ્ટી પણ ૨૮.૫૫ પોઈન્ટ તૂટી ૨૨૪૩૧.૭૫ પર ટ્રેડ થઈ રહૃાો હતો. જોકે, તે પછી રિવકરી જણાઈ હતી. છેલ્લા અહેવાલો મુજબ બપોરે દોઢ વાગ્યાના સમયે સેન્સેકસ ૫૦ પોઈન્ટ અને નિફટીમાં માત્ર ચાર પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો હતો.
અમેરિકામાં મંદીના સંકેત વચ્ચે આઈટી શેર્સ આજે કડડભૂસ થયા હતા. આઈટી ઈન્ડેક્સ ૧.૫૪ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહૃાો હતો. ઈન્ફોસિસ ૩.૨૮ ટકા, ટેક મહિન્દ્રા ૧.૩૮ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહૃાો હતો. એચસીએલ ટેક અને ટીસીએસ પણ રેડ ઝોનમાં ટ્રેડેડ હતા. ઈન્ટ્રા-ડે વધઘટ પછી બપોરે સુધારો જોવા મળ્યો હતો.
સ્મોલકેપ ઈન્ડેક્સ આજે ફરી ૫૦૦થી વધુ પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહૃાો છે. સ્મોલકેપ સેગમેન્ટમાં લિસ્ટેડ શેર્સ ૮ ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહૃાા હતા. માર્કેટ રેગ્યુલેટર સેબીએ એસએમઆઈ આઈપીઓમાં પારદર્શિતા વધારવા આકરા નિયમો લાગુ કરવાની જાહેરાત કરતાં બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો હતો.
બીએસઈમાં રોકાણ કારોની મૂડીમાં બે લાખ કરોડ રૂપિયાના ગાબડાં સાથે ૧૬૬ શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. જ્યારે ૨૨૦ શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. કુલ ટ્રેડેડ ૩૭૧૭ શેર પૈકી ૧૦૬૬ જ સુધારા તરફી ટ્રેડ થઈ રહૃાા હતા, જ્યારે ૨૫૦૬ શેર રેડ ઝોનમાં કારોબાર કરી રહૃાા છે. અમેરિકામાં મંદીના સંકેતો, બેરોજગારીના દરમાં વધારો, તેમજ ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વમાં ટ્રેડવોરની ભીતિના પગલે વૈશ્વિક બજારો તૂટ્યા છે. ડાઉ જોન્સ ૮૯૦ પોઈન્ટના કડાકે બંધ રહૃાો છે. જેના લીધે એશિયન શેર બજારો પણ આજે ઘટાડા તરફી ખૂલ્યા બાદ તૂટ્યા છે. જાપાનનો નિક્કેઈ ૧.૭ ટકા કડાકે ટ્રેડ થઈ રહૃાો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial