Advertisement
Author: નોબત સમાચાર

સીરિયામાં ફરીથી ફાટી નીકળેલી હિંસામાં ૧૦૦૦ થી વધુ લોકો હોમાયાઃ કર્ફયુ લગાવાયો

બશર-અલ-અસદના સમર્થકોએ સુરક્ષાદળો પર કર્યો હુમલોઃ આક્ષેપ

નવી દિલ્હી તા. ૧૧   : સીરિયામાં ફરીથી ગૃહયુદ્ધ ફાટી નીકળ્યુ છે અને હિંસામાં ૧૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

સીરિયાના લતાકિયા અને તારતૂસમાં સુરક્ષા દળો અને અસદના સમર્થકો અલાવી સમુદાય વચ્ચે હિંસા થોભવાનું નામ લઈ રહી નથી. છથી ૧૦ માર્ચ દરમિયાન થયેલી હિંસામાં કુલ ૧૦૦૦ લોકોના મોત નીપજ્યા છે. આ વિસ્તારોમાં ૭૨ કલાકથી પાણી અને વીજ સપ્લાય સંપૂર્ણપણે બંધ છે. મોતના આ આંકડા ૨૦૧૧ના ગૃહયુદ્ધ બાદ સૌથી વધુ છે.

સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હૃાુમન રાઈટ્સ અનુસાર, સીરિયન સુરક્ષા દળોએ ૬ થી ૧૦ માર્ચના ચાર દિવસના ગાળામાં જ ૧,૦૧૮ લોકોની હત્યા કરી હતી. બશર અલ-અસદ ગયા વર્ષે ડિસેમ્બરમાં બળવા બાદ દેશ છોડીને રશિયા પલાયન કર્યું હતું. બાદમાં હયાત તહરિર અલ-શામ (એચટીએસ)એ સીરિયાની સત્તા પર કબજો જમાવ્યો હતો. એચટીએસના લડાકૂઓ હવે સીરિયન સેનાનો ભાગ છે. તેઓ અસદના સમર્થકો અને પૂર્વ સરકારના અધિકારીઓ પર અવારનવાર હુમલાઓ કરી રહૃાા છે.

સીરિયન સરકારનું કહેવું છે કે બશર અલ-અસદના સમર્થકોએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જે બાદ હિંસા શરૂ થઈ હતી. બીજી બાજુ અસદના સમર્થકો અને લડાકૂઓએ સુરક્ષા દળો પર તેમના રહેણાંક વિસ્તારોમાં બોમ્બ ફેંકવાની અને ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે. એવું કહેવામાં આવી રહૃાું છે કે જ્યારે સુરક્ષા દળોએ એક વ્યક્તિને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. સરકારે લતાકિયા અને ટાર્ટસમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કર્યા છે અને કર્ફ્યુનો આદેશ આપ્યો છે.

સીરિયામાં ૧૯૭૧થી અલ-અસદ પરિવારનું રાજ હતું, જે ડિસેમ્બર ૨૦૨૪માં સમાપ્ત થયું હતું. અહેમદ અલ-શારાએ બશર અલ-અસદને સત્તા પરથી હટાવીને વચગાળાની સરકાર બનાવી છે. સીરિયામાં ઘણા લોકો માને છે કે ત્યાં સુન્ની બહુમતીમાં હોવા છતાં, ૫ દાયકાથી સત્તા અને સંસાધનો લઘુમતી સમુદાય - અલાવીના હાથમાં હતા. અલ-અસદ પરિવાર આ સમુદાયમાંથી આવે છે.

ડિસેમ્બર ૨૦૨૪માં સીરિયામાં સત્તા પલટો થયો હતો. અને બશર અલ-અસદ સીરિયા છોડી રશિયા પલાયન કરવુ પડ્યું હતું. અહેમદ અલ-શારાની આગેવાની હેઠળના ઇસ્લામિક જૂથ હયાત તહરિર અલ-શામે અસદને સત્તા પરથી હટાવી દીધા છે. આ જૂથના મૂળ અલ-કાયદાની સીરિયન શાખામાં છે. તે હજુ પણ અમેરિકા અને ઘણી પશ્ચિમી સરકારો દ્વારા આતંકવાદી સંગઠન તરીકે સામેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh