Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વના સૌથી વધુ પ્રદુષિતના ટોપ-ટેન શહેરોમાં ભારતના ૬, ટોપ-ટ્વેન્ટીમાં ભારતના ૧૩ શહેર

દુનિયામાં સર્વાધિક ભારતના શહેરીજનો પર ખરાબ સ્વાસ્થ્યનો મંડરાતો ગંભીર ખતરો

નવી દિલ્હી તા. ૧૧: વિશ્વના ટોચના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ૧૩ વિશ્વના ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ૬ શહેરોનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ બતાવે છે કે ભારતમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સ્વાસ્થ્યનો ખતરો છે, જે અંદાજે ૫.૨ વર્ષ સુધીના આયુષ્યમાં ઘટાડો થવાની સંભાવના સૂચવે છે.

વિશ્વભરમાં પ્રદૂષણ પર પ્રકાશિત થયેલા તાજેતરના અહેવાલમાં, ભારતની ભાગીદારીમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી. વિશ્વના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૧૩ ભારતમાં છે, જેમાં આસામનું બુર્નીહાટ ટોચ પર છે.

સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની આઈકયુએર દ્વારા પ્રકાશિત વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૪ અનુસાર, દિલ્હી વૈશ્વિક સ્તરે સૌથી પ્રદૂષિત રાજધાની શહેર રહૃાું છે, જ્યારે ભારત ૨૦૨૪ માં વિશ્વનો પાંચમો સૌથી પ્રદૂષિત દેશ હતો. જોકે, વર્ષ ૨૦૨૩માં તે ત્રીજા સ્થાને હતું.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પીએમ ૨.૫ ની સાંદ્રતા ૨૦૨૪ માં ૭ ટકા ઘટીને સરેરાશ ૫૦.૬ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થવાનો અંદાજ છે, જે ૨૦૨૩ માં ૫૪.૪ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતો. છતાં, વિશ્વના ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી છ ભારતમાં છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ઊંચું રહૃાું, વાર્ષિક સરેરાશ ઁસ્ ૨.૫ સાંદ્રતા પ્રતિ ઘન મીટર ૯૧.૬ માઇક્રોગ્રામ હતી, જે ૨૦૨૩ માં ૯૨.૭ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સુધી પહોંચી ગઈ.

વિશ્વના ટોચના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૧૩ ભારતીય શહેરો બુર્નીહાટ, દિલ્હી, મુલ્લાનપુર (પંજાબ), ફરીદાબાદ, લોની, નવી દિલ્હી, ગુડગાંવ, ગંગાનગર, ગ્રેટર નોઈડા, ભીવાડી, મુઝફ્ફરનગર, હનુમાનગઢ અને નોઈડાનો સમાવેશ   થાય છે.

એકંદરે, ૩૫ ટકા ભારતીય શહેરોમાં વાર્ષિક પીએમ ૨.૫ સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થાની ૫ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની મર્યાદા કરતાં ૧૦ ગણા વધુ હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સ્વાસ્થ્ય ખતરો છે, જે અંદાજે ૫.૨ વર્ષ સુધીના આયુષ્યમાં ઘટાડા સાથે જોડાયેલું છે.

ગયા વર્ષે પ્રકાશિત થયેલા લેન્સેટ પ્લેનેટરી હેલ્થ અભ્યાસ મુજબ, ૨૦૦૯ થી ૨૦૧૯ દરમિયાન ભારતમાં દર વર્ષે લગભગ ૧.૫ મિલિયન મૃત્યુ પીએમ ૨.૫ પ્રદૂષણના લાંબા ગાળાના સંપર્ક સાથે સંકળાયેલા હોવાનું સંભવતઃ માનવામાં આવે છે. પીએમ ૨.૫ એ ૨.૫ માઇક્રોન કરતા નાના વાયુ પ્રદૂષણના કણોનો ઉલ્લેખ કરે છે, જે ફેફસાં અને લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, હ્ય્દય રોગ અને કેન્સર પણ થઈ શકે છે. તેના સ્ત્રોતોમાં વાહનોના એક્ઝોસ્ટ, ઔદ્યોગિક ઉત્સર્જન અને લાકડા કે પાકના કચરાને બાળવાનો સમાવેશ થાય છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક અને આરોગ્ય મંત્રાલયના સલાહકાર સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે ભારતે હવા ગુણવત્તા ડેટા સંગ્રહમાં પ્રગતિ કરી છે પરંતુ પૂરતા પગલાંનો અભાવ છે. આપણી પાસે ડેટા છે, હવે આપણને કાર્યવાહીની જરૂર છે. કેટલાક ઉકેલો સરળ છે, જેમ કે બાયોમાસને એલપીજીથી બદલવું. ભારતમાં પહેલાથી જ આ માટે એક યોજના છે, પરંતુ આપણે વધારાના સિલિન્ડર પર વધુ સબસિડી આપવી જોઈએ. પહેલું સિલિન્ડર મફત છે, પરંતુ સૌથી ગરીબ પરિવારો, ખાસ કરીને મહિલાઓને વધુ સબસિડી મળવી જોઈએ. આનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરશે અને બહારનું વાયુ પ્રદૂષણ ઘટશે, શહેરોમાં જાહેર પરિવહનનો વિસ્તાર કરવાથી અને કેટલીક કાર પર દંડ લાદવાથી મદદ મળી શકે છે.

તેમનું કહેવું છે કે પ્રોત્સાહનો અને સજાઓનું મિશ્રણ જરૂરી છે. છેવટે, ઉત્સર્જન કાયદાઓનું કડક પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે. ઉદ્યોગો અને બાંધકામ સ્થળોએ નિયમોનું પાલન કરવું જોઈએ અને શોર્ટકટ લેવાને બદલે ઉત્સર્જન ઘટાડવા માટે સાધનો સ્થાપિત કરવા જોઈએ તેમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh