Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્ઞાતિના કુલ ૧૦૯ તેજસ્વી તારલાઓનું કરાયુ બહુમાન
જામનગર તા. ૧૧: જૈન એમ્પ્લોઇઝ ફેડરેશન સંસ્થા દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
ગત તાં. ૨/૩/૨૫ અને રવિવારે સવારે ૧૦ વાગ્યે હરિઆ સ્કૂલ ઓડિટોરિયમ સંસ્થા ના પ્રમુખ અજય આર. શેઠ ના પ્રમુખ સ્થાન મા યોજાયેલ આ કાર્યક્રમ ની નવકાર મંત્ર અને દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. તે પછી સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓ જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને સારા ગુણ/ટકા સાથે પાસ થયા, તેમને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિના કુલ ૧૦૯ વિદ્યાર્થીઓને તેઓની આ સિદ્ધિ બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થી ઓ ને જૈન સમાજ ના ઉદારદિલ દાતા ઓ ના સહયોગ થી સન્માન કરવામાં આવ્યું હતું. દાતાઓ માં ભાનુબેન - કે ડી શેઠ ફેમિલી હસ્તે મોના દેવેનભાઈ સંઘવી, સુશીલાબેન રમણીકલાલ શેઠ હસ્તે ક્રિષા અજય શેઠ, સવિતાબેન વિરજીભાઈ પટેલ હસ્તે સિધાર્થ ભરતભાઈ પટેલ, સરલાબેન મનસુખલાલ ટોલીયા ફેમિલી, પ્રભાબેન કાંતિલાલ સંઘવી ફેમિલી હસ્તે રાયોના અને રિની રોમિન સંઘવી, રવિન્દ્રભાઇ પ્રભુલાલ શાહ હસ્તે જુહી નિલેશભાઈ શાહ (સી.એ.) જૈન વિજય ફરસાણ માર્ટ હસ્તે રાજુભાઈ પઢિયાર, રીટાબેન ધીરેનભાઈ મહેતા હસ્તે રિયાન્સિ વૈભવ મહેતા, ઓશવાળ નોલેજ એકેડમી હસ્તે હેમલ અજયભાઈ શાહ, વકીલ પી.પી. મારૂ પરિવાર હસ્તે સી એ.મનિષભાઈ મારું, જી ડી . શાહ., વિશા શ્રીમાળી વણિક વિદ્યોતેજક સંસ્થા પ્રમુખ રાજુભાઈ મહેતા અને ટ્રસ્ટી ચંદ્રકાંત પટેલ એડવોકેટ રાજકોટનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓ ને સન્માન માટે રાજકોટ થી ગો. ડા. શાહ ટ્રસ્ટ ના રાજુભાઈ મહેતા - ચંદ્રકાંતભાઇ પટેલ વકીલ- મહેન્દ્રભાઈ શેઠ. બિલ્ડર - શિક્ષણ અને ઉદ્યોગ સાથે જોડાયેલ વી પી . મહેતા -અરવિંદભાઈ કે . શાહ, વિજયભાઈ શેઠ -ભરતેશભાઇ શાહ-સાગર ડી. ઝવેરી ,. સિધાર્થ પઢિયાર-રાજુભાઈ આર. શાહ- મનિષભાઈ મારૂ- કેતનભાઈ ગોસરાણી , રિતેશભાઈ ઘનાણી , સ્મિતાબેન સંઘવી અને દેવેનભાઈ સંઘવી ,સુનીલભાઈ લોડાયા., અશ્વિનભાઈ વાઘજીયાની , કૃણાલભાઈ શેઠ જૈન એમ્પ્લોયઈસ ફેડરેશન સંસ્થા ના પ્રમુખ અજયભાઈ આર શેઠ , ઉપપ્રમુખ અજયભાઈ ડી. શાહ , સેક્રેટરી ધીરેનભાઈ મહેતા -ખજાનચી રાજુભાઈ એસ શાહ , નીતિનભાઈ મહેતા - ધવલ વોરા મૌલિક ભણશાલી- હરેશભાઈ દોશી વિગેરે દ્વારા સન્માન કરવામા આવ્યું હતું. બિમલભાઈ ઓઝા દ્વારા સંચાલન કરવામા આવ્યું હતું. આ સમારંભનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં વધુ ને વધુ પ્રગતિ કરે અને ભવિષ્યમાં જ્ઞાતિમાં પોતાનો એક અલગ મુકામ બનાવે તે હતો. આ સમારંભને સફળ બનાવવા જૈન એમ્પ્લોયઈસ ફેડરેશને તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial