Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુક્રેનમાંથી સાયબર વોર શરૂ...?
વોશિંગ્ટન તા. ૧૧: ગઈકાલે એક દિવસમાં 'એક્સ' ત્રણ વખત ડાઉન થયું હતું. સાયબર હુમલો યુક્રેનથી થયાનો આરોપ એલોન મસ્કે લગાવ્યો છે.
સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કનું માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ 'એક્સ' ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું હતું. સોમવારે (૧૦મી માર્ચ) ત્રણ વખત 'એક્સ' ઠપ્પ થયું હતું. જેના કારણે યુઝર્સ લોગઈન કરી શકતા નથી. ઘણાં યુઝર્સ ડાઉન ડિટેક્ટર વેબસાઈટ પર ફરિયાદો નોંધાવી છે.
એલોન મસ્કે દાવો કર્યો હતો કે, 'સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર સાયબર હુમલો યુક્રેન ક્ષેત્રમાંથી થયો હતો. આનાથી સેવાઓમાં વિક્ષેપ પડ્યો અને સાયબર સુરક્ષા જોખમો અંગે ચિંતાઓ વધી, અમને બરાબર ખબર નથી કે શું થયું. પરંતુ યુક્રેન ક્ષેત્રમાંથી ઉદ્ભવતા આઈપી એડ્રેસ સાથે 'એક્સ' સિસ્ટમોને નીચે લાવવા માટે એક મોટો સાયબર હુમલો થયો હતો.'
અહેવાલો અનુસાર 'સોમવારે બપોરે ૩.૩૦ વાગ્યે 'એક્સ' ડાઉન થયું હતું. પછી સાંજે ૭ વાગ્યે લોકોને લોગઈન કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ત્રીજી વખત 'એક્સ' રાત્રે ૮.૪૪ વાગ્યે ફરીથી ડાઉન થયું હતું. વિવિધ સ્થળોએ લોકોને એપ અને સાઈટ પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
વિશ્વભરના ઘણાં દેશોમાં યુઝર્સ 'એક્સ' વિશે ફરિયાદ કરી તે પછી યુક્રેને સાયબર વોર શરૂ કરી દીધું હોવાની આશંકાઓ પણ ઉઠી રહી છે.
યુનાઈટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત સહિતના ઘણાં દેશોએ અન્ય સોશ્યિલ મીડિયા સાઈટ્સ પર આ અંગે ફરિયાદ કરી. વૈશ્વિક સ્તરે ૪૦,૦૦૦ થી વધુ યુઝર્સે સેવામાં વિક્ષેપની ફરિયાદ કરી છે. પ૬ ટકા યુઝર્સ એપ્લિકેશનમાં જ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. જ્યારે ૩૩ ટકા યુઝર્સ વેબસાઈટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. બીજા ૧૧ યુઝર્સ સર્વર કનેકશનમાં સમસ્યાની જાણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial