Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૦ જેટલા ધાર્મિક સ્થળોને અપાયેલી ડિમોલીશનની નોટીસો રદ્ કરવાની ઉગ્ર માંગણી સાથે
ભાણવડ પંથકમાં ૭૦ જેટલા ધાર્મિક સ્થાનોના ડિમોલીશન કરી નાંખવા માટે સરકારી તંત્ર દ્વારા નોટીસો આપવામાં આવતા સમગ્ર પંથકમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે, અને તેના વિરોધમાં ભાણવડના સમસ્ત હિન્દુ સમાજે વિશાળ રેલી કાઢી હતી, તેમજ ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાણવડના મામલતદારને આવેદનપત્ર પાઠવી નોટીસો રદ્ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ભાણવડમાં સમસ્ત હિન્દુ સમાજ દૂધેશ્વર મંદિરે એકત્ર થયા હતાં અને ત્યાંથી રેલીનો આરંભ થયો હતો અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ભાણવડ પંથકના ધાર્મિક સ્થળો ખૂબ જ પુરાણા છે,જેમાં કેટલાક તો આઝાદી પહેલાના છે. ધાર્મિક સ્થળો સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. ઉપરાંત હિન્દુ મંદિરોમાં લોકો દેવદર્શન સહિતનો લાભ મેળવી રહ્યા છે. તો કેટલાક ધાર્મિક સ્થળોમાં તહેવારોની રંગેચંગે ઉજવણી થતી હોય છે. સરકારના ધારાધોરણો મુજબ મંદિરો રેગ્યુલરાઈઝ કરી આપવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આવી બાબતોને ધ્યાનમાં લેવાને બદલે સરકારે ધાર્મિક સ્થળોનું ડિમોલીશન કરવા માટે નોટીસો આપી દીધાના બનાવથી સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. આમ ડિમોલીશન નહીં કરવાની સમસ્ત હિન્દુ સમાજે પ્રબળ માંગણી સાથે રજૂઆત કરી હતી. રેલી તેમજ ઓદનપત્ર આપતી વેળાએ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જો કે રેલી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial