Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર મહિના પહેલાં જુદા જુદા ખાતામાં કરાઈ હતી રકમ ટ્રાન્સફરઃ
જામનગર તા.૧૧ : જામનગરના એક સિનિયર સિટીઝનને શેરબજારમાં રોકાણ કરવાના બહાને ચાર મહિના પહેલાં ઠગી લેવાયા હતા. તેઓએ રૂ.૧ કરોડ ૮૧ લાખ જુદા જુદા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાં થયા પછી પોતાના એકાઉન્ટ આરોપીઓને વાપરવા આપનાર બે શખ્સને ગિર સોમનાથમાંથી દબોચી લેવાયા છે.
જામનગરના એક વરિષ્ઠ નાગરિક સાથે શેરબજારમાં રોકાણ કરવાના નામે કેટલીક બેંકના ખાતાઓમાં રૂ.૧ કરોડ ૮૧ લાખ ટ્રાન્સફર કરાવી તે રકમ શેરમાં રોકવામાં આવી છે તેમ જણાવી છેતરપિંડી કરી લેવાઈ હતી. તેની ફરિયાદ ચાલુ વર્ષે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામ્યા પછી પીએસઆઈ પી.વી. ગોહિલ તથા સ્ટાફના કુલદીપસિંહ વી. જાડેજા, કાળુભાઈ વસરા વગેરેએ તપાસ શરૂ કરી હતી.
આ શખ્સોએ એક ફેક એપ ના માધ્યમથી વોટ્સએપ, મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ગઈ તા.૩૦-૯-ર૪થી તા.ર૩-૧૦-ર૪ સુધીમાં ઉપરોક્ત રકમ વિવિધ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી હોવાથી તેનું એનાલિસિસ શરૂ કર્યું હતું. તેમાં ગિર સોમનાથમાં એક આરોપીના સગડ નીકળ્યા હતા જેના પગલે ત્યાં દોડી ગયેલી સાયબરક્રાઈમ પોલીસે મૂળ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના વતની અને હાલમાં રાજકોટમાં મેટોડા જીઆઈડીસી નજીક અંજલી પાર્કમાં રહેતા કિશોર વાલાભાઈ જોગદીયા અને ગિર સોમનાથના ગીરગઢડા તાલુકાના સાણાવાકીયા ગામના ઘનશ્યામ મધુભાઈ પરમાર નામના બે શખ્સને દબોચી લીધા છે. આ શખ્સોનો મોબાઈલ કબજે કરાયો છે.
આ શખ્સોએ કૌભાંડીઓને પોતાના બેંક એકાઉન્ટ વાપરવા આપ્યા હોવાનું ખૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial