Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેન્ડીંગ કેસોમાં એક સાથે ૨૨.૪૮ ટકાનો રેકોર્ડ બ્રેક ઘટાડો
ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોક અદાલતને ભારે સફળતા પ્રાપ્ત થઈ છે. એક જ દિવસમાં રૂ. ૫.૧૬ કરોડ ચુકવણી હુકમો થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૦૨૫ સાલની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૦૭ કેસોના સફળ ઉકેલ સાથે ૫.૧૬ કરોડની ચુકવણીના હુકમો સાથે દ્વારકા જિલ્લાની અદાલતોના પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં લોક અદાલતમાં ૨૨.૪૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે રેકોર્ડરૂપ બન્યો છે.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દિલ્હી, ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ તથા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રીમતી સુનીતા અગ્રવાલ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના જસ્ટીસ બિરેન વૈષ્ણવ, દ્વારકા જિલ્લા એડમિનીસ્ટ્રેટીવ જસ્ટીસ એચ.એસ. પ્રચ્છક મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી તથા દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસની દેખરેખ તથા માર્ગદર્શનમાં જાહેર રજાના દિવસે ૮-૩-૨૫ના લોક અદાલત યોજાઈ હતી જેને ખૂબ જ સફળતા મળી હતી. સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો દીવાની કેસ, લગ્ન વિષયક, પેન્શન કેસ, ગ્રાહક સેવા તકરાર બાબતો, બેંક રીકવરી, ફોજદારી સમાધાન પાત્ર વિગેરે ૨૫૭૭ કેસો મુકાયા હતા. જેમાંથી ૧૮૪૪માં સમાધાન થયું હતું તથા રૂ. ૪.૫૯ કરોડના હુકમો થયા હતાં.
વીજ કંપનીના બાકી લેણા, રેવન્યુ બેંક રીકવરી, વૈવાહિક તકરારોના ૩૫૨૯ કેસો મુકાયા હતા જેમાંથી ૧૬૭૧નું સમાધાન થયું હતું ૫૭ લાખની રકમ ચુકવાઈ હતી તથા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા શરૂ થયેલ ઉજાશ એક આશાની કીરણ મેરી મોનિયલ ડિસ્યુટની લોક અદાલતમાં કુલ ૧૧૮ કેસોમાંથી ૯૨ કેસમાં સમાધાન થયું હતું.
લોક અદાલતની સફળતા માટે તમામના સફળ પ્રયાસો
જેવી અગાઉની લોક અદાલત ૫ૂર્ણ થાય તેના બીજા જ દિવસથી જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળના વકીલો, રેવન્યુ, અધિકારી, જયુડીશીયલ ઓફિસરોની કામગીરીથી આ નાના જિલ્લાને મોટી સફળતા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial