Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેલે શ્યામા શ્યામ રી આજ કુંજન મેં હોરી :
હોળીના તહેવારને હવે જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પર્વને મનાવવા માટે લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. જામનગરની મોટી હવેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી હોળી રસીયા ફૂલફાગ મહોત્સવ ઉજવાય રહ્યા છે. પ.પૂ. વલ્લભરાયજી મહોદયની નિશ્રામાં પ.પૂ. રસાર્દ્રરાયજી મહોદય, પ્રેમાર્દ્રરાયજી મહોદય સંગ અસંખ્ય વૈષ્ણવો ફૂલડોલ ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે આમલકી કુંજ એકાદશીના પાવન દિવસથી મોટી હવેલીમાં રાળ ઉત્સવ મનાવવામાં આવે છે. સયન આરતીના દર્શન સમયે ઠાકોરજી સન્મુખ રાળ પ્રગટાવવામાં આવે છે. ત્યારે બાળકો તેમજ મોટાઓ અલગ-અલગ વેશભૂષા જેમા ગણેશજી, રાધા, કાન-ગોપી સહિતના વેશભૂષામાં સજ્જ થઈ ઠાકોરજી સાથે આ ઉત્સવ ઉજવે છે. કિર્તનીયાઓ દ્વારા રસીયાનું ગાન કરવામાં આવે છે. ત્યાર પછી પૂજ્ય શ્રી દ્વારા દર્શનાર્થે ઉમટેલા વૈષ્ણવો સંગ અબીલ-ગુલાલનો છંટકાવ કરી અને રાળ ઉત્સવ ઉજવવામાં આવે છે. ફાગણમાસની અગીયારસથી રાળ ઉત્સવનો પ્રારંભ થાય છે અને પૂનમ એટલે કે હોળીના પાવન દિવસ સુધી દરરોજ સાંજે સયન આરતી સમયે આ ઉત્સવ મનાવવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial