Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ તરીકેની ઓળખ આપનાર બે સહિત સાત સામે ગુન્હોઃ
જામનગર તા.૧૧ : રાજકોટમાં રહેતા એક વૃદ્ધને તેમની જમીનના નકશા અંગેના કાગળો તૈયાર કરવા માટે ગયા જાન્યુઆરી મહિનામાં જામનગરમાં એક મકાનમાં બોલાવી ભાવનગર જિલ્લાના ત્રણ શખ્સ, એક અજાણી મહિલાએ આબરૂ લેવાનો આક્ષેપ મૂકી, હનીટ્રેપમાં ફસાવી રૂ.૬,૩૧,૫૦૦ પડાવી લઈ તે વૃદ્ધને ગાળો ભાંડી ધમકાવતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ પ્રકરણમાં બે શખ્સે તે વૃદ્ધને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામના વતની અને હાલમાં રાજકોટની તોરલ પાર્ક સોસાયટીમાં રહેતા વસંતભાઈ ગોરધનભાઈ સીરા નામના ૬૨ વર્ષના પટેલ પ્રૌઢે ભાવનગરના પાલીતાણાના હિતેન ચૌહાણ, હરેશ ખેરાલા, તળાજાના કાળુ બારૈયા તથા એક અજાણી મહિલા, પોલીસની ઓળખ આપનાર બે શખ્સ, પોતાનું લોકેશન મોકલાવનાર શખ્સ અને આંગડીયા પેઢીએ પૈસા લેવા ગયેલા બાઈકચાલક સહિત સાત સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ખેતીકામ કરતા વસંતભાઈએ કાલાવડમાં એક જમીન ખરીદી હતી. તે જમીનને વેચવાની તજવીજ વચ્ચે કાગળ તથા નકશા તૈયાર કરવા તેઓ જામનગર આવ્યા હતા. જ્યાં સુધારાની પ્રક્રિયા દરમિયાન એક શખ્સ મળ્યો હતો. તેણે પોતાના સંબંધી જમીન શાખામાં નોકરી કરી નિવૃત્ત થયા પછી આ કામ કરી આપશે તેમ કહી ગયા જાન્યુઆરી મહિનાની ર૩ તારીખે જામનગરના ખોડીયારકોલોની વિસ્તારમાં ૮૦ ફૂટ રોડ પર એક મકાનમાં બોલાવ્યા હતા. જ્યાં હિતેન, કાળુએ એક અજાણી મહિલાને બોલાવી હતી અને તે મહિલાએ વસંતભાઈને પાણી આપવાના બહાને નિર્વસ્ત્ર થયા પછી આબરૂ લેવાનો આરોપ મૂક્યો હતો.
તેનાથી હેબતાયેલા વૃદ્ધ પાસેથી સેટીંગના નામે બળજબરી આચરી રૂ.૫ લાખ ૯૬ હજાર ૫૦૦ પડાવી લેવાયા હતા. તે પછી આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરેલી છે અને તેણે તમારૂ નામ આપ્યું છે તેમ કહી વધુ રૂપિયા સવા લાખની માગણી કરી હતી અને વસંતભાઈએ વધુ રૂ.૩૫ હજાર આપ્યા હતા. જ્યારે તે યુવતી સાથે વસંતભાઈ મકાનમાં હતા ત્યારે બે અજાણ્યા શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને લાલબંગલામાં મળેલા શખ્સે વસંતભાઈને તે મકાનમાં જવા માટે લોકેશન કાઢી આપ્યું હતું. તે ઉપરાંત એક અજાણ્યો બાઈકચાલક આંગડીયા પેઢીએ પૈસા ઉપાડવા માટે પહોંચ્યો હતો. આમ કુલ રૂ.૬,૩૧,૫૦૦ કઢાવી લઈ ફોન પર વાત કરી ગાળો ભાંડી સાતેય વ્યક્તિએ વસંતભાઈને આવી રીતે હનીટ્રેપમાં ફસાવી ધમકી આપતા આખરે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial