Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાસ્ડેક, ડાઉજોન્સ, એસએન્ડપી ઈન્ડેકસનું ધોવાણઃ ટ્રમ્પની ટેરિફ નીતિઓથી ઈન્વેસ્ટરોમાં ફફડાટ
વોશિંગ્ટન તા. ૧૧: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના કારણે વૈશ્વિક મંદીની આશંકાથી અમેરિકાનું શેરબજારમાં બે વર્ષમાં સૌથી મોટુ ગાબડુ પડયુ છે, અને આને તેની અસરો ભારત સહિત એશિયન શેરમાર્કેટો પર વર્તાઈ રહી હોવાના અહેવાલો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. જેના કારણે આર્થિક મંદીના અણસાર છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ શેરબજારમાં ગભરાટનો માહોલ હતો અને ડાઉ જોન્સથી લઈને એસએન્ડપી ઇન્ડેક્સ ખરાબ રીતે તૂટ્યા હતા. નેસડેક ૪% ઘટ્યો હતો.
અમેરિકી બજારમાં કડાકાની અસર મંગળવારે ખુલતાની સાથે જ એશિયન બજારોમાં જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે અમેરિકન શેરબજારોમાં ૨ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે.
અમેરિકાના શેરબજારોમાં છેલ્લા ટ્રેડિંગ દિવસે, ટેસ્લા શેર્સ (ટેસ્લા શેર ૧૫% ડાઉન) સહિત ઘણી મોટી વૈશ્વિક કંપનીઓના શેર્સ તૂટ્યા હતા. જયારે ડાઉ જોન્સની સ્થિતિ ખરાબ હતી, ટ્રેડિંગ દરમિયાન તેમાં ૧૧૦૦ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, અને ૨.૦૮%ના ઘટાડા સાથે ૪૧,૯૧૧.૭૧ પર બંધ થયો હતો. એસ એન્ડ પી-૫૦૦ માં પણ ડાઉ જોન્સ જેવી જ સ્થિતિ જોવા મળી હતી અને તે ૧૫૫.૬૪ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે નેસ્ડેક ૪% ઘટીને ૧૭,૪૬૮.૩૨ પર બંધ થયો, સપ્ટેમ્બર ૨૦૨૨ પછી આ ઇન્ડેક્સમાં આ સૌથી મોટો ઘટાડો છે.
અમેરિકન બજારોમાં આવેલી મંદીની અસર મંગળવારે એશિયન બજારો પર પણ જોવા મળી રહી છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ખુલતાની સાથે જ લગભગ ૨% ઘટ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ પણ ૨%થી વધુના નુકસાન સાથે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સિવાય હોંગકોંગનો હેંગસેંગમાં પણ આની અસર દેખાઈ હતી.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરે દુનિયામાં હલચલ મચાવી દીધી છે અને દુનિયામાં ટ્રેડ વોર શરૂ કરી દીધી છે. એક તરફ અમેરિકા ઘણા દેશો પર ટેરિફ લાદી રહૃાું છે તો બીજી તરફ અન્ય દેશો પણ અમેરિકા સામે વળતો પ્રહાર કરી રહૃાા છે. આવી સ્થિતિમાં દેશમાં મોંઘવારીનો ખતરો દેખાઈ રહૃાો છે. આ સિવાય યુએસ ફુગાવાનો ડેટા ૧૨ માર્ચે રિલીઝ થવા જઈ રહૃાો છે અને બીજા દિવસે પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ જાહેર કરવામાં આવશે. એકંદરે, ટેરિફ, ફુગાવો અને વૈશ્વિક મંદીનો ભય બજાર પર વર્ચસ્વ ધરાવતો જણાય છે.
અમેરિકનથી એશિયાઈ બજારોમાં આ હલચલની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી શકે છે. સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. મ્જીઈ સેન્સેક્સ તેના અગાઉના બંધ ૨૨,૫૫૨ની સરખામણીએ ૨૨,૫૨૧ પર ટ્રેડિંગ શરૂ કર્યું અને ૨૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪,૧૧૫.૧૭ પર બંધ થયું. આ સિવાય એનએસઈ નિફ્ટી પણ ૯૨.૨૦ પોઈન્ટ ઘટીને ૨૨,૪૬૦ પર બંધ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial