Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાની બીમારીથી વ્યથિત અપરિણીત યુવાને કરી આત્મહત્યાઃ શ્રમિકે ખાધો ગળાટૂંપોઃ
જામનગર તા.૧૧ : જામનગરના એક પરિણીતાએ પતિનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી અનુભવાતી આર્થિક ભીંસના કારણે ગઈકાલે ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે પરપ્રાંતીય તરૂણીએ મોટી બહેન પાસે મોબાઈલ માંગ્યા પછી ગળા ટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી છે. માતા બીમાર રહેતા હોવા ઉપરાંત ચાલી ન શકતા હોવાથી કંટાળી ગયેલા વિજરખી ગામના યુવાને પણ ગળાફાંસો ખાધો છે અને મોટી ખાવડીમાં એક પરપ્રાંતીય યુવકે કોઈ અકળ કારણથી ગઈકાલે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી છે. પોલીસે ચારેય બનાવની તપાસ આદરી છે.
જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા હાલાર હાઉસ પાછળ ડો. હેડગેવાર ભવન નજીકના ગાયત્રી આશરો નામના એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા ભાવિન ચંદ્રકાંતભાઈ ખેતાણી નામના કડીયા યુવાન જે વ્યવસાય કરે છે તેમાં બે-ત્રણ મહિનાથી સારી રીતે વેપાર થતો ન હોવાથી ભાવિનભાઈએ પત્ની ગ્રીષાબેન (ઉ.વ.ર૯)ને તેની વાત કરી હતી.
વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી આર્થિક ભીંસનો અનુભવ કરતા આ દંપતીમાંથી પત્ની મૂળ કચ્છના માંડવીના અયોધ્યાનગરના રહેવાસી ગ્રીષાબેને લાગી આવતા ગઈ રાત્રે પોતાના ઘરમાં પંખાના હુંકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે ચકાસ્યા પછી ગ્રીષાબેનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પતિ ભાવિન ખેતાણીએ પોલીસને વાકેફ કરી છે. પીએસઆઈ ડી.જી. રાજે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસીમાં સરદાર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના ગુમાનપુરા ગામના વતની કાંતાપ્રસાદ જાટવ નામના પ્રૌઢની અગિયાર વર્ષની પુત્રી મયાવતી ગઈકાલે પોતાની પરિણીત બહેન કાજલ વિનોદ જાટવ જ્યાં વસવાટ કરે છે ત્યાં મધુવન મેટલ નામના કારખાનાના રહેણાંકમાં હતી ત્યાં તેણીએ મોટી બહેન કાજલ પાસે મોબાઈલ માંગ્યો હતો અને કાજલે થોડીવાર પછી લઈ જવાનું કહેતા મયાવતીએ રહેણાંકમાં રાખવામાં આવેલી લોખંડની આડીમાં સાડી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો.
તેની જાણ થતાં કાજલે ૧૦૮ને કોલ કર્યાે હતો. આવેલા એમ્બ્યુલન્સના સ્ટાફે તે તરૂણીને ચકાસ્યા પછી મૃત્યુ પામેલી જાહેર કરી હતી. કાજલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે.
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર આવેલા વિજરખી ગામમાં વસવાટ કરતા આલાભાઈ દાનાભાઈ વાઘેલા (ઉ.વ.૪૧) નામના અપરિણીત યુવાનના માતા વિરૂબેન ઉંમરના કારણે બીમાર રહેતા હતા અને ચાલી પણ શકતા ન હતા તેથી કંટાળી ગયેલા આલાભાઈએ ગઈકાલે સવારે રહેણાંકમાં એક ઓરડામાં લોખંડના એન્ગલમાં દોરડંુ બાંધી ગળાટૂંપો ખાઈ લીધો છે. પંચકોશી એ ડિવિઝન પોલીસે ધનાભાઈ અમરાભાઈ વાઘેલાનું નિવેદન નોંધ્યું છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર મોટી ખાવડી ગામમાં વાડી પાસે કરમશીભાઈની ઓરડીમાં રહેતા મૂળ બિહાર રાજ્યના ગોપાલગંજ જિલ્લાના સિંધવાલીયા ગામના વતની મનિષ અભિમન્યુ પાંડે (ઉ.ર૧) નામના શ્રમિકે ગઈકાલે સવારથી સાંજ સુધીમાં કોઈ અકળ કારણથી ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ સાંજે તેની સાથે રહેતા ધનંજય ઉમેશ પાંડેને થતાં તેણે પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી મેઘપર પોલીસે આ યુવાનને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial