Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાણપરના શખ્સે બે સપ્લાયર અને રીસીવરના નામ આપ્યાઃ
જામનગર તા.૧૧ : જામનગરના ઠેબા બાયપાસ પાસેથી ગઈકાલે એલસીબીએ એક મોટરમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ તથા ૬૫૦ લીટર દેશી દારૂ સાથે ભાણવડના રાણપરના શખ્સની અટકાયત કરી છે. બે સપ્લાયર તથા જામનગરના રીસીવરના તેણે નામ આપ્યા છે. રૂ.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ચાંદી બજાર પાસેથી એક શખ્સ દારૂની બે બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
જામનગરના ઠેબા બાયપાસ પાસે એક મોટરમાં ઈંગ્લીશ તથા દેશી દારૂ લઈ જવાતો હોવાની બાતમી એલસીબીના સુમીત શિયાર, ક્રિપાલસિંહ, ભરત ડાંગરને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી ગઈકાલે એલસીબી સ્ટાફે પીએસઆઈ પી.એન. મોરી તથા સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ વોચ રાખી હતી.
તે દરમિયાન જીજે-૧૮-બીએફ ૪૫૧ નંબરની સફેદ રંગની ક્રેટા મોટર ઠેબા બાયપાસ પાસેથી મળી આવી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૨૦ બોટલ તથા ૬૫૦ લીટર દેશી દારૂ સાથે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામનો રાજુ કરશન કોડીયાતર નામનો શખ્સ મળી આવ્યો હતો તેનો મોબાઈલ તથા રૂ.૮ લાખની મોટર સહિત કુલ રૂ.૧૦,૨૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત ઈંગ્લીશ દારૂનો જથ્થો ભાણવડના રાણપરના કાના જસા કોડીયાતરે અને દેશી દારૂ રાણપર ગામના સુદા બાઘા કોડીયાતરને મોકલાવ્યાનું તથા જામનગરના સુભાષ પાર્કમાં રહેતા સુરેશ વિજય કોળી ઉર્ફે સુરીયાએ તે જથ્થો મંગાવ્યાની કબૂલાત આપી છે. ચારેય શખ્સ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.
જામનગરના ચાંદીબજાર સર્કલમાંથી ગઈરાત્રે જઈ રહેલા દિગ્વિજય પ્લોટ-૬૦માં રહેતા પરેશ ભગવાનજીભાઈ દામા નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. બોટલ કબજે કરી પોલીસે પરેશની અટક કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial