Advertisement
Author: નોબત સમાચાર

ફૂલડોલ ઉત્સવ માટે જતા પદયાત્રીઓ માટે એસ્સાર ગ્રુપ દ્વારા સેવા કેમ્પ

કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ઉદ્ઘાટન

જામનગર તા. ૧૧: એસ્સાર ગ્રુપ દ્વારા દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જનાર યાત્રીઓ માટે દ્વારકા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ કેમ્પનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી અધિકારીઓ, નજીકના ગામોના સરપંચો, ગ્રામજનો, એસ્સાર ગ્રુપના અધિકારીઓ અને પદયાત્રીઓ હાજર રહૃાા હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવતા પદયાત્રીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે સ્થાનિક લોકો, સરકારી તંત્ર, વિવિધ એનજીઓ અને એસ્સાર ગ્રુપના પ્રયત્નોની પ્રશંસા કરી હતી કે જેમણે આ સેવા યજ્ઞને જીરો વેસ્ટ મિશન હેઠળ સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણ સાથે સફળ બનાવ્યો છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રીએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ખંભાળિયા નગરપાલિકાના સહયોગથી સંચાલિત એસ્સાર ગ્રુપની વેસ્ટ કલેક્શન વાનને હરી ઝંડી આપીને તેનુ લોકાર્પણ કર્યુ, જે સ્વચ્છ ભારત મિશન તરફ એસ્સાર ગ્રુપનું એક વધુ મહત્વપૂર્ણ પગલુ છે.

આ વર્ષે એસ્સાર ગ્રૂપે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માર્ગદર્શન અનુસાર આ પદયાત્રી કેમ્પનું આયોજન કર્યું છે અને કેમ્પ તથા આસપાસના વિસ્તારોમાં ઊચ્ચતમ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પર્યાવરણ જળવાય તે માટે તમામ જરૂરી પગલાં ભર્યાં છે. એસ્સાર ગ્રુપના રેસિડેન્ટ ડિરેક્ટર ભાવેન ભટ્ટે આ અવસરે એસ્સાર ગ્રુપના સમાજહિત માટેની નેમને દોહરાવતા જણાવ્યું હતું કે એસ્સાર ગ્રુપ વિવિધ કાર્યક્રમો દ્વારા સતત સમાજના કલ્યાણ માટે કાર્યરત છે.

આ માર્ગ પરથી આશરે ૨ લાખ પદયાત્રીઓ દ્વારકા તરફ પગપાળા જશે અને આશરે ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ ભક્તો આ કેમ્પમાં પૂરી પડાતી ખોરાક, પાણી, આરામ અને તબીબી સુવિધાઓનો સીધો લાભ લેશે. દ્વારકા પદયાત્રી સેવા કેમ્પના આ આયોજન બદલ જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે એસ્સાર ગ્રુપના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિત તમામ ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh