Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટાયર નીચે ચગદાતા પ્રૌઢનું પત્નીની નજર સામે મૃત્યુઃ
જામનગર તા.૧૧ : જામનગર-ખંભાળિયા રોડ પર મોટી ખાવડી ગામ પાસે એક હોટલ નજીક કાચા રસ્તા પર દ્વારકા જતા પદયાત્રીઓએ ફેકેલા પ્લાસ્ટિકના ભંગારને ગઈકાલે સવારે સિક્કામાં રહેતા દંપતી દ્વારા વીણવામાં આવી રહ્યો હતો ત્યારે કાચા રસ્તા પર ધસી આવેલી એક ટ્રકે મૂળ અમરેલી જિલ્લાના પ્રૌઢને ઠોકર મારી પછાડ્યા હતા. તેમના પરથી ટ્રક ફરી વળતા ચગદાઈ ગયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં ભગવતી સોસાયટીમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના વતની મધુભાઈ સોલંકી તથા તેમના પત્ની અંબાબેન નામના દેવીપુજક દંપતી ગઈકાલે સવારે જામનગર-ખંભાળીયા રોડ પર આવેલી મોટી ખાવડી નજીકની એક હોટલ પાસે પદયાત્રીઓ દ્વારા ફેંકવામાં આવેલા ભંગારને વીણતા હતા.
આ વેળાએ જીજે-૧૬-ઝેડ ૫૪૧૯ નંબરનો એક ટ્રક પુરપાટ ઝડપે ધસી આવ્યો હતો આ ટ્રકચાલકે કાચા રસ્તા પર અચાનક જ વળાંક લઈ રોડની સાઈડમાં કચરો વીણી રહેલા મધુભાઈને હડફેટે લીધા હતા. પડી ગયેલા આ પ્રૌઢ પરથી ટ્રકના ટાયર ફરી વળ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનવા અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં મૃતક મધુભાઈના પુત્ર ભૂપતભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૫૪૧૯ નંબરના ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial