Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટ્રીટ વેન્ડર્સ માટે હોકર્સઝોનની વ્યવસ્થા પછી પણ
ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયા શહેરમાં ટ્રાફિકનો ગંભીર પ્રશ્ન વારંવાર થતો હોય તથા આ મુદ્દે થોડા જ સમયમાં ત્રણવાર ફરિયાદો છે ક સી.એમ. કાર્યાલય સુધી પહોંચી હોય તથા જિલ્લાના ટોચના અધિકારીઓને પણ ટ્રાફિકની સમસ્યાનો અનુભવ થયો હોય સ્ટ્રીટ વેન્ડરના કેન્દ્રના આયોજનનો ચુસ્ત રીતે અમલ કરવાના સંદર્ભના ભાગરૂપે સ્ટ્રીટ વેન્ડર કમિટીના સદસ્યો, સ્ટ્રીટ વેંડરો તથા પાલિકાના હોદ્દારો ચીફ ઓફિસર તથા ટ્રાફિક ઈન્સ્પેકટરની ઉપસ્થિતિમાં પાલિકા હોલમાં ખાસ બેઠક યોજાઈ હતી.
સ્ટ્રીટ વેંડરોને પાલિકા ચીફ ઓફિસર શ્રી રાહુલ કરમૂર તથા ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા સમજુતી આપવામાં આવી હતી તથા આગામી સમયમાં શાકભાજી તથા ફળવાળા માટે પોટ ગેઈટ પાસે જાહેર હરાજી થનાર ગાળાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
આગામી સમયમાં થશે કડક કાર્યવાહી
પાલિકા દ્વારા તેલી નદી પાસે વિજય સિનેમા નજીક સો ઉપરાંત હોકર્સ ઝોનમાં ગાળા બનેલા હોય ત્યા કોઈ જતું ના હોય તેમની સામે કાર્યવાહી કરવા તથા રસ્તા પર ઉભેલા રેંકડી ધારકો સામે કડક કાર્યવાહી દંડાત્મક કરવા નકકી થયું હતું તથા રેંકડીધારકોને નિયત જગ્યા પર જ રહેવા સૂચના અપાઈ હતી.
પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમૂર, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, સમિતિના સદસ્યો હિતેન્દ્રભાઈ આચાર્ય, જગુભાઈ ખેતીયા, પ્રમુખના પ્રતિનિધિ મોહીતભાઈ મોટાણી, રાણાભાઈ ગઢવી, જીજ્ઞેશભાઈ રાયચુરા જોડાયા હતા. હોકર્સ ઝોનની રૂબરૂ મુલાકાત લઈ લોકોની સમસ્યા ઉકેલવા પણ આયોજન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial