Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં તા. ૨૩ ફેબ્રુઆરીએ ડો. સોનલ માનસિંહ દ્વારા નૃત્ય નાટિકા પ્રસ્તુત કરાશે

અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ થશેઃ

અમદાવાદ તા. ૧૯: ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા ગૌરવપૂર્વક રજૂ કરવામાં આવી રહેલું 'નાટ્ય કથા' એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુતિ છે, જે પ્રખ્યાત કલાકાર ડો. સોનલ માનસિંહ દ્વારા રજૂ થશે.

ભક્તિ, સંગીત અને વાર્તા કથનના અમર સ્વરૂપને જીવંત બનાવતી આ વિશેષ રજૂઆત ગુજરાતની ત્રણ ઐતિહાસિક નગરીઓમાં એક ભવ્ય યાત્રા તરીકે થશે, જે દર્શકોને એક અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ કરાવશે. જેમાં તાણારિરી પાર્ક વડનગરમાં તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ રાત્રે ૮:૧૫ વાગ્યે, તા.૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના  ન્યૂ ગોમતી ઘાટ પાસે દ્વારકામાં સાંજે ૭:૩૦ વાગ્યે તેમજ સોમનાથમાં તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રાત્રે ૮:૦૦ વાગ્યે, પ્રકાશ પથ (સોમનાથ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ ૨૪-૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના ભાગરૂપે) યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh