Advertisement
Author: નોબત સમાચાર

બાલંભા પાટીયા પાસે અકસ્માત સર્જનાર ટ્રક તથા તેના ચાલકને પકડી પાડતી પોલીસ

વહેલી સવારે અકસ્માતમાં ત્રણ મહિલાના થયા હતા મોતઃ

જામનગર તા.૧૯ : જોડિયાના બાલંભા પાટીયા પાસે સોમવારે સવારે પદયાત્રી સંઘને અજાણ્યો ટ્રક ઠોકર મારી પલાયન થયો હતો. આ અકસ્માતમાં ત્રણ મહિલાના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણને ઈજા થઈ હતી. હિટ એન્ડ રનના આ બનાવની પોલીસે શરૂ કરેલી તપાસમાં ટ્રક તથા તેનો ચાલક ઝડપાઈ ગયા છે.

જોડિયા તાલુકાના બાલંભા ગામ પાસે સોમવારે સવારે સાડા ચારેક વાગ્યે પાટણ જિલ્લાના સાંતલપુર ગામના બાર મહિલા ચાલીને દ્વારકા દર્શનાર્થે જતા હતા ત્યારે એક અજાણ્યો ટ્રક કાળ બનીને ધસી આવ્યો હતો.

આ ટ્રકની ઠોકરે ચઢી ગયેલા ત્રણ મહિલાના ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ મહિલાને પણ નાની મોટી ઈજા થઈ હતી. અકસ્માત સર્જી ટ્રકચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા ગુન્હો નોંધી જોડિયા પોલીસે પીઆઈ આર.એસ. રાજપૂતના વડપણ હેઠળ અને ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાની સૂચનાથી તપાસ શરૂ કરી હતી. ધોરીમાર્ગ પર મુકવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવતા એનએલ-૧-એજે ૭૬૪ નંબરના ટ્રક દ્વારા ઉપરોકત અકસ્માત સર્જાયો હોવાની વિગતો બહાર આવી હતી. જેના પગલે પોલીસે તે ટ્રક તથા તેના ચાલક બિહાર રાજ્યના નવાડા જિલ્લાના વતની પંકજ સુરેન્દ્રકુમાર યાદવની ધરપકડ કરી છે અને ટ્રક કબજે કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh