Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી દેશવ્યાપી અભિયાન
નવી દિલ્હી તા. ૧૯: બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીની ફ્રીમાં તપાસ થશે. આ માટે દેશભરમાં ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી અભિયાન ચાલશે. આરોગ્ય મંત્રાલયે ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્રમાં તપાસ કરાવવા માટે આહવાન કર્યું છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓના દર્દીઓની ફ્રીમાં તપાસ કરવા માટે મહાઆયોજન કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માટે દેશભરમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશભરમાં ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી અભિયાન ચલાવવામાં આવશે. મંત્રાલયે ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્રમાં તપાસ કરાવવા માટે આહવાન કર્યું છે.
મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટમાં કહૃાું છે કે, 'તમારા આરોગ્યની કાળજી લો... ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી બિન-ચેપી રોગોની તપાસ માટે રાષ્ટ્રવ્યાપી તપાસ અભિયાનમાં જોડાઓ અને તમારી નજીકની સરકારી આરોગ્ય સુવિધા પર મફતમાં ટેસ્ટ કરાવો. તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મૌખિક, સ્તન અને સર્વાઇકલ કેન્સરની તપાસ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરશે.'
મંત્રાલયે પોસ્ટની સાથે એક ઈન્ફોગ્રાફિકમાં ડાયાબિટીસના લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે, જેને કયારે નંજરઅંદાજન કરવા જોઈએ. તેમાં અસ્પષ્ટ દૃષ્ટ, ભૂખમાં વધારો, ઘાના રૂઝ થવામાં વિલંબ, થાક, સતત તરસ લાગવી, અચાનક વજન ઘટવું અને વારંવાર પેશાબ થવો જેવા લક્ષણો સામેલ છે.
મંત્રાલયે કહૃાું છે કે, આ લક્ષણોને કયારેય અવગણવા ન જોઈએ. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રિશનના ડેટા મુજબ, દેશમાં કુલ મળત્યુદરમાં ૬૬ ટકા લોકોના મોત બિન-સંચારી રોગોના કારણે થયા છે. ૩૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે હ્ય્દય સંબંધીત બીમારી, ડાયાબિટીસ, શ્વસન રોગો અને કેન્સર સહિતની બીમારીઓ પડકાર બની ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial