Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોરધનપર પાસેના અકસ્માતમાં શ્રમિકનું મૃત્યુઃ પડધરી પાસે અકસ્માતમાં એક પ્રૌઢ પર કાળનો પંજોઃ
જામનગર તા.૧૯ : જામનગર-ખંભાળિયા રોડ પર સિક્કા પાટીયા પાસે આજે સવારે ખંભાળિયાના ધરમપુરના દંપતીના બાઈકને ડમ્પરે ઠોકર મારતા આ દંપતી ગંભીર ઈજા થવાથી મોતને શરણ થયા છે. અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક નાસી ગયો છે. ગોરધનપર પાસે શુક્રવારે બાઈકની ઠોકરે ચઢેલા પરપ્રાંતીય શ્રમિકનું સારવાર માં મૃત્યુ થયું છે. જ્યારે જામનગરથી રાજકોટ બાઈક પર પ્રસંગમાં જતા બે પિતરાઈ ભાઈને પડધરી પાસે અકસ્માત નડ્યો હતો. જેમાંથી એકનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા સિક્કા પાટીયા પાસે આજે સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના ધરમશીભાઈ કરશનભાઈ નકુમ અને તેમના પત્ની વનીતાબેનનો ભોગ લેવાયો હતો. આ દંપતી પોતાના કામ સર જીજે-૧૦-ડીએલ ૮૪૯૦ નંબરના મોટરસાયકલમાં જામનગર આવ્યા પછી પરત જતા હતા ત્યારે માર્ગમાં કાળનો ભેટો થયો હતો.
આ દંપતીના બાઈકને પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા એક ડમ્પરે જબરદસ્ત ટક્કર મારી હતી. જેના કારણે બાઈક પરથી ફંગોળાઈ ગયેલા ધરમશીભાઈ તથા વનીતાબેન રોડ પર ફેંકાઈ ગયા હતા અને તેમના પરથી ડમ્પરના તોતિંગ પૈંડા ફરી વળતા આ દંપતીના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો.
બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી આવી હતી. તે દરમિયાન ડમ્પર મૂકીને તેનો ચાલક નાસી ગયો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી ડમ્પરચાલક સામે ગુન્હો નોંધ્યો છે. અકસ્માતના પગલે થઈ ગયેલા ટ્રાફિકજામ ને મહામહેનતે પૂર્વવત બનાવવામાં આવ્યો હતો.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા ગોરધનપર ગામના પાટીયા પાસે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના વતની રતનભાઈ આમલીયાર નામના પ્રૌૈઢ માથા પર બળતણનો ભારો ઉંચકીને જતા હતા ત્યારે જીજે-૧૨-સીએ ૩૧૯૮ નંબરનંુ મોટર સાયકલ પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું. તેના ચાલકે બેદરકારીથી ડ્રાઈવીંગ કરી રતનભાઈને ઠોકર મારી દીધી હતી. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર વિશાલ આમલીયારે સિક્કા પોલીસમાં બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ભીખુભાઈ ઉકાભાઈ ફટાણીયા અને તેમના પિતરાઈ ભાઈ ભીખુભાઈ બોઘાભાઈ ફટાણીયા સોમવારે જામનગરથી બાઈક પર રાજકોટ જવા નીકળ્યા હતા.
આ વ્યક્તિઓ જ્યારે રાજકોટથી પચ્ચીસ કિ.મી. દૂર પડધરી નજીક પહોંચ્યા ત્યારે કોઈ અજાણ્યા વાહને તેઓને ઠોકરે લીધા હતા. ઘવાયેલા બંને વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ભીખુભાઈ ઉકાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. આ બંને વ્યક્તિ રાજકોટમાં યોજાયેલા એક પ્રસંગમાં ભાગ લેવા માટે જતા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial