Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યમાં નગરપાલિકાઓની ૧૮૪૦માંથી ૧૩૪૧ બેઠકો પર ભાજપ-૨૫૩ બેઠકો પર કોંગ્રેસની જીત

રાજયની ૬૬માંથી ૬૨ નગરપાલિકાઓ તથા મહત્તમ પેટાચૂંટણીમાં વિજય

અમદાવાદ તા. ૧૯: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કુલ ૬૨ નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે. ૬૬ નગરપાલિકાના કુલ ૧૮૪૦ જેટલી બેઠકોની ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપે ૧૩૪૧ બેઠક પર જીત હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસને ૨૫૩ જેટલી બેઠક મળી છે.

ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સપાટો બોલાવ્યો છે. ૧૬ ફેબ્રુઆરીના ૬૬ નગરપાલિકા, જુનાગઢ મહાનગરપાલિકા તેમજ કપડવંજ, કઠલાલ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.

ચૂંટણીના  પરિણામ આવ્યા ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ મેદાન માર્યું હોય તે પ્રકારના પરિણામો આવ્યા છે.  સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીને ૬૨ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. જ્યારે સમાજવાદી પાર્ટીની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી પરિણામોમાં જોવા મળી છે. ૬૬ નગરપાલિકાના કુલ ૧૮૪૦ જેટલા બેઠકોની ચૂંટણી હતી. જેમાં ભાજપે ૧૩૪૧ બેઠકો ઉપર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસના ૨૫૩ જેટલા બેઠકો પર વિજય મેળવ્યો છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટી, સમાજ પાર્ટી તેમજ અપક્ષ સહિતના અન્ય પક્ષોએ ૯૬ બેઠકો પર જીત મેળવી છે.

જુનાગઢ મહાનગર પાલિકાની કુલ ૬૦ બેઠકોમાંથી ભાજપે ૪૮ બેઠકો જીતી બાકીની બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. ૬૬ નગરપાલિકાઓ પૈકી ભાજપે અમદાવાદ જિલ્લાની સાણંદ અને ધંધુકા બેઠક ઉપર વિજય હાંસલ કર્યો છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, લાઠી, ચલાલા નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે. કચ્છ જિલ્લામાં સમાવિષ્ટ ભચાઉ અને રાપર નગરપાલિકા તો ચૂંટણી પહેલા જ સ્પષ્ટ ભાજપે બહુમતી પ્રાપ્ત થઈ ચૂકી છે. ખેડા જિલ્લામાં સમાવેશ ચકલાસી અને મહેમદાવાદ નગરપાલિકામાં પણ ભાજપે જીત મેળવી છે. જામનગર જિલ્લામાં આવતી ધ્રોલ, જામજોધપુર, કાલાવડ નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે.

જુનાગઢ જિલ્લામાં માણાવદર, વિસાવદર, બાટવા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી ભાજપને મળી છે. ગાંધીનગર જિલ્લાની કલોલ અને માણસા નગરપાલિકામાં પણ ભાજપે જીત હાંસલ કરી છે. ભાવનગર જિલ્લામાં આવતી ગઢડા, સિહોર, ગારીયાધાર, તળાજા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ છે. મહેસાણા જિલ્લામાં આવતી વડનગર, ખેરાલુ નગરપાલિકામાં પણ ભાજપે જીત હાંસલ કરી છે. રાજકોટ જિલ્લાની ધોરાજી, ઉપલેટા, જસદણ અને ભાયાવદર નગરપાલિકા પણ ભાજપે જીત હાંસલ કરી છે. આજે આવેલા નગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસ પાસેથી પણ ભાજપે રાજુલા, મહુધા, ચોરવાડ, વંથલી અને રાધનપુર નગરપાલિકામાં પણ જીત હાંસલ કરી છે. જોકે સાત જેટલી નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું સુદ્ધા ખુલ્યું નહીં. આમ ફરી એકવાર ભાજપે મેદાન માર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh