Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમિતિઓ-ટ્રસ્ટો-એસો.ની લાપરવાહીથી દબાણો તો થતા નથી ને?:
જામનગર તા. ૧૯: જામનગમાં ચારે તરફ રહેણાંકો વધી રહ્યા છે, અને સોસાયટીઓ-ટાઉનશીપોના બાંધકામો થઈ રહ્યા છે. એટલું જ નહીં, છેલ્લા દસ વર્ષમાં સંખ્યાબંધ સોસાયટીઓ અને ટાઉનશીપોમાં એપાર્ટમેન્ટ તથા ટેનામેન્ટ્સમાં હજારો માણસોની વસતિ દિન-પ્રતિદિન વધી રહી છે.
સોસાયટીઓ-એપાર્ટમેન્ટ-ટાઉનશીપોમાં રહેતા લોકોને રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ, પાણી-ગટર જેવી સુવિધાઓ મહાનગરપાલિકા હસ્તક મળ્યા પછી ત્યાંના ટેક્સપેયર્સની સુખ-વિધાઓની જવાબદારી પણ મહાનગરપાલિકાના તંત્રોની જ રહેને?
બિલ્ડર ડેવલપર્સ દ્વારા નિર્મિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા-વધારા કરીને તેને ટેક્સપેયર્સ નગરજનોની જરૂરિયાતો મુજબ વિક્સાવવાના કામો તો ચાલતા જ રહેતા હોય છે, પરંતુ તે માટે રજૂઆતો કરવી પડે કે આવેદનપત્રો આપવા પડે તે યોગ્ય ગણાય નહીં.
નિયમો મુજબ સોસાયટીઓ-ટાઉનશીપોના આંતરિક સંચાલન માટે સ્થાનિક રહીશોની સંચાલક સમિતિ, સંચાલક મંડળ કે એસોસિએશન રચાતા હોય છે, અને સોસાયટીમાં વાર-તહેવારોની ઉજવણી, મંદિર, બાગ-બગીચા કે બાલ-ક્રિડાંગણોનું નિર્માણ તથા તે પછી તેના સંચાલન, દેખભાળ, નિભાવ અને નવીનિકરણ, સાફસફાઈ વગેરેની જવાબદારી આ પ્રકારના સંચાલકોની કે એસોસિએશનોની રહેતી હોય છે. આ સમિતિઓ ઓથોરાઈઝ્ડ કરવામાં આવે છે, પરંતુ ઘણી વખત સોસાયટીની અંદરના સાર્વજનિક પ્લોટો તથા બાગ-બગીચા ધાર્મિક-સામાજિક તહેવારો માટે ઊભી કરાયેલી સુવિધાઓના સ્થળે માથાભારે પરિબળો દબાણો કરી લેતા હોય છે, અને ત્યાં રહેતા શાંતિપ્રિય રહીશો તેની સામે અવાજ ઊઠાવતા નહીં હોવાથી આ પ્રકારના પરિબળોની હિંમત વધી જતી હોય છે. તેથી સોસાયટીઓ કે ટાઉનશીપો જ નહીં, પણ મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં મનપાના તંત્રો તથા જાડાના વિસ્તારમાં જિલ્લાના સંબંધિત તંત્રોએ સ્વયંભૂ તપાસ કરતા રહેવું જોઈએ, અને દાદાગીરી, ગુંડાગીરી કે આંખની શરમના કારણે મૌન રહેતા સ્થાનિકોને પણ ગુપ્ત રાહે ફરિયાદ કરવાની કોઈ ફૂલપ્રૂફ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, તેમ નથી લાગતું?
ટૂંકમાં સોસાયટીઓ, ટાઉનશીપો કે ટ્રસ્ટોને સાર્વજનિક પ્લોટો, બાગબગીચા અને અન્ય સુવિધાઓનું સંચાલન સોંપી દીધા પછી જવાબદારી ખંખેરી નાંખવાની મનોવૃત્તિમાંથી બહાર નીકળીને જામનગર મનપાના તંત્રો તથા શાસકોએ સતત મોનીટરીંગ અને જરૂર પડ્યે સંચાલન કે વ્યવસ્થાઓ સ્વહસ્તક લઈને કે સમિતિઓમાં બદલાવ કરીને દેખરેખ કરતા રહેવી પડશે, અન્યથા મોટાભાગના જાહેર બાગબગીચા, જાહેર સુવિધાઓ તથા સાર્વજનિક પ્લોટો પર દબાણ જ થઈ જશે, તેથી જાગો... જાગો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial