Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ રેલ્વે ડિવિઝન સ્પોર્ટસ એસોસિએશન દ્વારા આયોજીત
રાજકોટ તા. ૧૯: રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશ દ્વારા 'ડીઆરએમ ટ્રોફી-૨૦૨૫'નું સફળતાપૂર્વક આયોજન થયુ હતું. જેમાં એન્જિનિયરિંગની ટીમ ચેમ્પિયન હતી.
રાજકોટ ડિવિઝનલ સ્પોર્ટ્સ એસોસિએશને તાજેતરમાં ડિવિઝનમાં કાર્યરત રેલ્વે કર્મચારીઓ માટે રમતગમત પ્રવૃત્તિઓ માટે 'ડીઆરએમ ટ્રોફી-૨૦૨૫'નું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ અંતર્ગત, ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન રેલવેના વિવિધ વિભાગોની ટીમ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ, ફૂટબોલ, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, વોલીબોલ અને ચેસની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાઓના પરિણામો પોઈન્ટ ટેબલ મુજબ રજૂ કરવામાં આવ્યા હતા અને દરેક રમતગમત સ્પર્ધામાં પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાન મેળવનારાઓને ટ્રોફી/ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
એન્જિનિયરિંગ અને ઓપરેટિંગ વિભાગની ટીમો વચ્ચે ફાઇનલ ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં એન્જિનિયરિંગ ટીમ વિજયી બની હતી અને 'ડીઆરએમ ટ્રોફી-૨૦૨૫'ની ચેમ્પિયન બની હતી. ઓપરેટિંગ વિભાગની ટીમ રનર અપ બની. ૧૬-૦૨-૨૦૨૫ના રાજકોટના રેલ્વે ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત ઇનામ વિતરણ સમારોહમાં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
ઉપરાંત આ સ્પર્ધાઓમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સ્મૃતિચિહ્નો અને મેડલ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડીઆરએમ અશ્વિની કુમારે તમામ ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા અને કહૃાું હતું કે, રેલવે કર્મચારીઓએ પોતાની ફરજની સાથે રમતગમતમાં પણ રસ લેવો જોઈએ અને પોતાને સ્વસ્થ રાખવા જોઈએ.
આ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારના માર્ગદર્શન હેઠળ આરડીએસએ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી રંજના સિંહ, ઉપપ્રમુખ શ્રીમતી મમતા ચૌબે, એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે, વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ, ટ્રેડ યુનિયનના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial