Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતીઓને આતંકીઓની જેમ હાથકડી પહેરાવીને ડિપોર્ટ કરાતા કોંગ્રેસ ખફાઃ વિધાનસભા બહાર દેખાવો

રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્ર શરૃઃ દિવંગતોને શ્રદ્ધાંજલિ

ગાંધીનગર તા. ૧૯: આજે રાજ્યપાલના અભિભાષણ સાથે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ છે. તો બીજી તરફ ગુજરાતીઓને દુવ્યવહાર સાથે અમેરિકાએ ડિપોર્ટ કરતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો છે.

ગુજરાત વિધાનસભામાં આજે બજેટસત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે સત્તા પક્ષ સામે દેખાવો કર્યો છે. વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવો કર્યો છે અને આક્રમક અંદાજમાં દેખાવો કર્યો છે,ગુજરાતીઓને અમેરિકાથી હાથકડી પહેરાવીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેને લઈ કોંગ્રેસ વિરોધ કર્યો છે,તો કોંગ્રેસના નેતાઓએ પોસ્ટર પણ પહેર્યુ છે અને વિધાનસભા પરિસરમાં વિરોધ કર્યો છે.

ગુજરાતીઓને હાથકડી સાથે ડિપોર્ટ કરવાના મામેલ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે,આજે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહૃાું છે અને તેની પહેલા કોંગ્રેસે અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ કર્યો છે,રાજકોટ હોસ્પિટલના સીસીટીવી કાંડ, ભરતી કૌભાંડ સહિતના મુદે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ગૃહમાં ઘેરતા પહેલા કોંગ્રેસે દેખાવો કર્યો છે.આ મામલે વિપક્ષના નેતા અમિત ચાવડાનું કહેવું છે કે, આતંકવાદીઓની જેમ ભારતીયોને બેડીઓ પહેરાવી છે અને અમાનવીય વર્તન સાથે ભારત પર મોકલ્યા છે,તો કોલંબિયાના પ્રમુખ તેમના દેશવાસીઓને સ્વમાન સાથે લાવ્યા છે.

આજથી બપોરે ૧૨ વાગ્યે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રનો આરંભ થયો છે. રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કડીના ધારાસભ્ય સ્વ. કરસન સોલંકી સહીત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ છે.ગાંધીનગર પોલીસ દ્વારા બંદોબસ્ત પ્રમાણે ૬ ડીવાયએસપી, ૧૦ પોલીસ ઇન્સ્પેક્ટર, ૩૫ સબ ઇન્સ્પેક્ટર તેમજ ૬૬૦થી વધુ જવાનોને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh