Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયમાં સાંસ્કૃતિક વાર્ષિકોત્સવઃ વિજેતાઓને ઈનામો

નાના બાળકોએ રજૂ કરી વિવિધ કૃતિઓ

જામનગર તા. ૧૯: ભવન્સ શ્રી એ. કે. દોશી વિદ્યાલય દ્વારા શાળાના પાંગણમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બે દિવશીય સાંસ્કૃતિક *વાર્ષિક ઉત્સવ* નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવન્સ એ.કે. દોશી વિદ્યાલય દ્વારા યોજાયેલા આ વાર્ષિકોત્સવ માટે બન્ને માધ્યમના મળીને આશરે ૧૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો. રંગબેરંગી વસ્ત્રો અને આભુષણોથી શોભતા નાના બાળકોએ વિવિધ કૃતિઓ જેવી કે ટ્રીબ્યુટ ટુ રતન તાતા, વનતારા, પંચતત્વ, ગુરુશિષ્ય પરંપરા, રામાયણ, જેસલ તોરલ, શહિદ ભગતસિંહ, મા, મોબાઈલ એડીકશન, ચાલ જીવી લઈએ, જોકર, ઈસરો વિગેરે કૃતિઓએ ભારે આકર્ષણ જગાવ્યું હતું.

બાળકો દ્વારા રજુ કરાયેલ અદ્ભુત કૃતિઓ નિહાળી મુખ્ય અતિથી ગુજરાત વિધાન સભા ૭૮-જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા. ઉપરાંત સંસ્થાના સેક્રેટરી જયોતિન્દ્રભાઈ વછરાજાની, મેનેજીંગ કમિટીના ચેરમેન મહેશભાઈ શારડાસાહેબ, ટ્રેઝરર રજનીકાંતભાઈ પાગડા, મુંબઈથી પધારેલ રાજુલબેન દોશી, સભ્યશ્રી બિપીનભાઈ ઝવેરી, એ. કે. દોશી મહિલા કોલેજના આચાર્ય  ચેતનાબેન ભેંસદડીયા, એચ. જે. દોશી ઇન્ફોટેકના પ્રિન્સિપાલ પો.હસિતભાઈ ચંદારાણા વગેરેએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. તથા બહોળી સંખ્યામાં હાજર રહેલ જનમેદની મંત્રમુગ્ધ બની તાળીઓના ગળગળાટથી વધાવી લઈ વિદ્યાર્થીઓને બહોળું પોત્સાહન પુરું પાડયુ હતું.

 ગત વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે પથમ તેમજ દ્વિતીય નંબર આવનાર બાળકોને તથા સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સ્ટેટ લેવલે તથા નેશનલ લેવલે વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપી મહાનુભાવો ને હસ્તે બિરદાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા ભવન્સ એ. કે. દોશી વિદ્યાલય પ્રિન્સિપાલ ડાયરેક્ટર ભારતીબેન વાઢેર, પિન્સિપાલ ધર્મેશ વીંછી પાથમિક વિભાગ પ્રિન્સિપાલ મિરલબેન મહેતા કલેરા બેરેટો તેમજ તમામ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh