Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ૂર્વ મુખ્યમંત્રીની વેધક વાણી
પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કહ્યું કે, ગુજરાત રૂ. ૧.પ૧ લાખ કરોડના બીન ઉત્પાદક ખર્ચને કારણે દેવામાં ડૂબી ગયું છે. વિકાસના કામોના બદલે પ્રચાર-પ્રસારનો તાયફો જણાવ્યું હતું. રાજય પર એટલું વધુ દેવું છે કે, રૂ. ૪.ર૬ લાખ કરોડ વધીને રૂ. પ.ર૩ લાખ માંથી જશે. બજેટમાં મહિલા અને બાળ કલ્યાણમાં નજીવો ખર્ચ કર્યો છે.
અર્જુન મોઢવાડીયાના હવાતિયા
મંત્રી મંડળનું વિસ્તરણ થવાના વિલંબમાં કોંગ્રેસી અર્જુનભાઈ મોઢવાડીયા વંડી ઠેકીને ભાજપમાં આવ્યા કંઈ હજુ થયું નથી. હવે વિધાનસભામાં કોની વાહવાહી કરશે કે નહીં બોલે તેવો પ્રશ્ન ઊભો થયો છે. જેના વિષે વિરોધ કરી ભાષણ ઠોકતા હતાં. તેવા એક ઉદ્યોગ ગૃહ કોર્પોરેટ હાઉસના ખોળે બેસવાનો વારો આવ્યો છે.
આજથી બજેટ સત્ર
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું બજેટ તા. ૧૯ થી આખો મહિનો ચાલશે. અત્યારથી જ બજેટ માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાય રહી છે.
વિધાનસભામાં બંદોબસ્ત
પોલીસ દ્વારા સઘન સલામતી માટે બંદોબસ્તની તૈયારી થઈ રહી છે. પાટનગરમાં પ્રવેશ માટે વાહન ચેકીંગ, સત્યાગ્રહ છાયા સર્કલ સુધી સલામતીની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે.
તા. ૧૯ થી ર૮ માર્ચ સુધી મળનાર બજેટ સત્ર દરમિયાન ૬ ડીવાયએસપી, ૧૦ પીઆઈ, ૩પ સબ ઈન્સ્પેક્ટર, ૬૬૦ જવાનો તથા એસઆરપી ફરજ બજાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial