Advertisement
Author: નોબત સમાચાર

નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફ ધ્યાન...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ગુરુવારે શેરબજારમાં કારોબારની શરૂઆત તેજી થઈ હતી.ગુરુવારે શેરબજારમાં ગેપ અપ ઓપનિંગ જોવાયું હતું. ફંડો,હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય બની જવા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીના મંડાણ થતાં જોવાયા હતા.જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. સેન્સેક્સ ૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૩૦૩ ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨ પોઈન્ટની ઉછાળા સાથે ૨૪૩૦૯ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૭૭ પોઈન્ટની ઉછાળા સાથે ૫૨૯૭૮ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની શેરોમાં વેચવાલી અટકીને નવેસરથી ખરીદી થવા લાગતાં બજારને જોઈતો બુસ્ટર ડોઝ મળ્યો હતો.એફઆઈઆઈઝની બુધવારે કેશમાં શેરોમાં રૂ. ૭.૭૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી.જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ. ૧૩૦૧.૯૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.  ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સક્રિય બની જતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તોફાની તેજીના મંડાણ થતાં જોવાયા હતા. કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરી  હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ગઈકાલે મોટી વેચવાલી બાદ આજે ઘટાડે પસંદગીની ખરીદી રહી હતી.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,ગ્રાસીમ,મુથૂટ ફાઈનાન્સ, ઈન્ડીગો, લાર્સેન, હવેલ્લ્સ, સિપ્લા, ડીવીસ લેબ, ઈન્ફોસીસ, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેન્ક, ગ્લેનમાર્ક ફાર્મા, ભારતી ઐરટેલ, બાટા ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,એક્સીસ બેન્ક,અદાણી પોર્ટસ,ટાટા કેમિકલ્સ,મહાનગર ગેસ,જીન્દાલ સ્ટીલ જેવા શેરો ઘટાડો થયો છે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૦%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૩૯% વધીને અને નેસ્ડેક ૦.૫૯% ઘટીને સેટલ થયા હતા.

બીએસઈમાં ગુરુવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૩૭ અને વધનારની સંખ્યા ૨૪૧૫ રહી હતી,૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકાનો વિકાસદર ધાર્યા કરતાં વધુ ઝડપી રહ્યો છે, પરંતુ યુરોપની માળખાકીય નિર્બળતા અને ચીનનાં અર્થતંત્રમાં મંદ ગતિ આવી છે તો ત્રીજી તરફ યુક્રેન અને ગાઝા યુદ્ધે વૈશ્વિક પરિસ્થિતિ અશાંત કરી છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે. આમ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિ સ્થાપક રહ્યું છે, અને ચોમાસા દરમિયાન તેના વિકાસદરમાં થયેલી પીછેહઠ હવે દૂર થઈ છે.ઓક્ટોબરથી તેમાં સ્થિર રૂપે પ્રગતિ થઈ રહી છે.ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી)નું વેચાણ શહેરોમાં તથા ગામડાંઓમાં પણ વધ્યુ છે. ટ્રેક્ટરનું વેચાણ વધ્યું છે તેમજ ટુ -વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું છે. આથી મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટર બંને ખુશ-ખુશાલ છે. પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ટ્રેન્ડઝ પણ પોઝિટિવ રહ્યા છે. બીજી તરફ તેલના ભાવ વૈશ્વિક સ્તરે પણ ઉંચા ગયા છે. તેથી આપણા અર્થતંત્ર ઉપર પણ દબાણ આવી રહ્યું છે. જોકે આગામી મહિનાઓમાં ખાદ્ય-પદાર્થોના ભાવ ઘટવાની આશા રાખવામાં આવે છે તેમ પણ વિત્ત મંત્રાલયનો રીપોર્ટ જણાવે છે. તે માટે તેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશભરમાં થયેલા સારા વરસાદને લીધે ખરીફ તો સારો ઉતર્યો જ છે પરંતુ રવિ પાક (શિયાળુ પાક) પણ સારો ઉતરવાની આશા છે.આમ છતાં આયાતમાં થતો વધારો અને તેને લીધે ઉભી થતી વ્યાપારી ખાદ્ય પ્રત્યે આ અહેવાલ ચેતવણી ઉચ્ચારે છે . ચીનમાં પ્રવર્તતી પરિસ્થિતિ પ્રત્યે પણ નિર્દેશ કરતાં અહેવાલ જણાવે છે કે ત્યાંથી એફડીઆઈ ભારત તરફ વળતાં ફોરેન રીઝર્વ્સમાં ૨૦૨૪માં ૬૪.૮ બિલિયન ડોલર્સનો વધારો થયો છે. આપણું અર્થતંત્ર મજબૂત તો છે જ છતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.

એમસીએક્સ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ. ૭૫૫૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૭૫૫૩૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૭૫૪૪૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૪૭ પોઈન્ટના ઘટાળા સાથે રૂ. ૭૫૫૧૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ. ૮૬૯૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૮૬૯૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૮૬૮૩૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૫૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૬૯૨૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....

લ્યુપીન લિમિટેડ (૨૦૧૮):- લ્યુપીન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૨૦૦૨ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ. ૧૯૯૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૨૦૩૦ થી રૂ. ૨૦૪૪ સુધી તેજી તરફી ધ્યાન...!!!

ઓબેરોઈ રીયાલીટી (૧૯૯૦):- ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ. ૧૯૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૧૯૭૧ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ. ૨૦૦૨ થી રૂ. ૨૦૧૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

સન ફાર્મા (૧૭૪૪):- ૧૭૩૦ નો પ્રથમ તેમજ રૂ. ૧૭૨૦ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૭૫૫ થી રૂ. ૧૭૬૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

એક્સીસ બેન્ક (૧૧૫૧):- પ્રાઈવેટ બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ. ૧૧૬૧ થી રૂ. ૧૧૭૩ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ. ૧૧૩૧ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

જીન્દાલ સ્ટીલ (૮૯૫):- રૂ. ૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ. ૯૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ. ૯૦૯ થી રૂ. ૯૧૯ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement
Advertisement
close
Ank Bandh