Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીડબલ્યુસીની મિટિંગમાં સનસનીઃ ખડગે નારાજ !
નવી દિલ્હી તા. ર૧: કોંગ્રેસ વર્કીંગ કમિટીની મિટિંગમાં સનસની ફેલાઈ જાય, તેવા નિવેદનો થયા હોવાના અહેવાલો સૂત્રોને ટાંકીને આવ્યા પછી બે મુદ્દા 'ટોક ઓફ ધ નેશન' બન્યા છે.
રાહુલ ગાંધીએ આ મિટિંગમાં જણાવ્યું હતું કે, અત્યારે મોદી સરકાર બેકફૂટ પર છે, અને નરેન્દ્ર મોદી શાસનનો રાજકીય અંત નજીક છે. તેમનો સમય પૂરો થઈ ગયો છે. બીજી તરફ આ જ મિટિંગમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તરાખંડના હલ્દાનીમાં તેના કાર્યક્રમ પછી હિન્દુવાદીઓએ સ્ટેજનું શુદ્ધિકરણ કર્યું, તેને અપમાન ગણાવીને આ મુદ્દો જોઈએ તેટલી આક્રમક્તાથી નહીં ઊઠાવવા બદલ કોંગી નેતાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત વંદેમાતરમ્માં એ જ છંદ ગાવાનો નિર્ણય તથા વર્તમાન પ૪૩ બેઠકો જ રપ વર્ષ સુધી જાળવી રાખીને લોકસભામાં ૩૩ ટકા અનામતની માંગણીનો આ કમિટીમાં પસાર થયેલો ઠરાવ પણ ટોક ઓફ ધ નેશન બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial