Advertisement
Author: નોબત સમાચાર

જામનગર આહિર સમાજ દ્વારા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સન્માન સમારોહ

આવતીકાલે શનિવારે સાંજે આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગર સહિત હાલાર પંથકના આહિર સમાજના એવા રત્નો જેમણે પોતાના વિસ્તારના લોકોનો વિશ્વાસ જીતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાઈ વિસ્તારના પ્રતિનિધિની તરીકેની જવાબદારી સંભાળી છે તેવા આહિર સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર આહિર સમાજ દ્વારા આવતીકાલ તા. રર/૮ ને શનિવારે સાંજે ૬ વાગ્યે જામનગરના આહિર દેવાયત બોદર માર્ગ, શિવમ્ સોસાયટીમાં આહિર સમાજના આંગણે આ ગૌરવવંતો સમારોહ યોજવામાં આવ્યો છે.

આહિર સમાજના અગ્રણી ભીખુભાઈ વારોતરિયાના અધ્યક્ષસ્થાને આયોજિત આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, અતિથિવિશેષ તરીકે મૂળુભાઈ બેરા, મૂળુભાઈ કંડોરિયા, હેમંતભાઈ ખવા ઉપસ્થિત રહેશે.

આહિર સમાજના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટાયેલા તથા વિવિધ હોદ્દો ધારણ કરનારા જ્ઞાતિજનોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમાજના વડીલો, યુવાઓની હાજરીમાં સન્માન કરવામાં આવશે. આ સમારોહમાં ઉપસ્થિત રહેવા આહિર સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરિયા, મંત્રી રામશીભાઈ ગોરિયા તથા ટ્રસ્ટી મંડળે અનુરોધ કર્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh