Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે દરોડામાં નવ ઝડપાયાઃ ૩ર હજારનો મુદ્દામાલઃ
જામનગર તા. ૨૧: જામનગર નજીકના અલીયાબાડામાં ગંજીપાનાથી જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા છે. ધ્રોલના દેડકદળમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીને પોલીસે પકડી લીધા હતા અને ચાર નાસી જવામાં સફળ થયા હતા. કાલાવડના વીરવાવમાંથી પણ ચાર શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. ત્રણેય સ્થળેથી કુલ રૂ।.૩ર હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
જામનગર તાલુકાના અલીયાબાડા ગામમાં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળ સીતારામનગરમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી કિશોરભાઈ ચનાભાઈ સોલંકી, સુરેશભાઈ રમેશભાઈ રાઠોડ, નરેશભાઈ જયંતિભાઈ પરમાર, ભરતભાઈ જલાભાઈ રાઠોડ, નવીનભાઈ નાથાભાઈ ચુડાસમા નામના પાંચ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૦૩૪૦ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા મહિપતસિંહ બળવંતસિંહ જાડેજા, ભૂપતભાઈ ખોડાભાઈ કુંભરવડીયા, કિરીટસંગ ઉમેદસંગ જાડેજા, ગુણવંતસિંહ હરધોળજી જાડેજા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડી રૂ।.૧૦૨૦૦ ઝબ્બે લીધા છે. પોલીસના દરોડા વેળાએ વનરાજસિંહ સાવજુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજા, દિલીપ મોહનભાઈ ઝાખેલીયા, ચીનાભાઈ નાથાભાઈ નામના ચાર શખ્સ નાસી ગયા હતા.
કાલાવડ તાલુકાના વીરવાવ ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ મેંદપરા, સન્ની ઘેલાભાઈ ખોડા, રવિ ઘેલાભાઈ ખોડા, લાલજીભાઈ મોહનભાઈ કુંભરવડીયા નામના ચાર શખ્સ રૂ।.૧૧૬૦૦ રોકડા સાથે પકડાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial