Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૩ ઓગષ્ટને રવિવારે
ખંભાળીયા તા. ૨૧: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-ખંભાળીયા દ્વારા રક્તદાન કેમ્પ તથા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ૨૩-૮ના રવિવારે સવારે ૯ થી ૧૦:૩૦ દરમ્યાન શેઠશ્રી કાનજી ચત્તુ ધર્મશાળામાં યોજવામાં આવ્યો છે. ગાયત્રી ગરબા મંડળના આર્થિક સૌજન્યથી આયોજિત આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને ચશ્માનું વિતરણ કરવામાં આવશે. રક્તદાતાઓને સ્મૃતિ ભેટ તથા સર્ટિફિકેટ આપવામાં આવશે. પ્રજાજનોને રક્તદાન કરવા ઈન્ડિયન રેડક્રોસ ખંભાળીયાના ડિસ્ટ્રીકટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, ગાયત્રી ગરબા મંડળના પ્રવિણભાઈ, પ્રોજેકટ ચેરમેન શ્રેયસભાઈ મજીઠીયા, કરણભાઈ પંચમતિયા, હિરેનભાઈ મશરૂ તથા નેત્ર નિદાન કેમ્પનો લાભ લેવા પ્રોજેકટ ચેરમેન દિલીપભાઈ મોટાણી, નંદનભાઈ સીમરિયા અને નિમેશભાઈ બરછા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial