Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે પ. ચંદ્રશેખરવિજયજી મ.સા.ની પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ

શ્રી સંઘના દેરાસરજી તેમજ ઉપાશ્રયના સ્ટાફનું બહુમાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરમાં યુગપ્રધાન આચાર્યસમ પરમ પૂજ્યપાદ પન્યાસ પ્રવર  ચંદ્રશેખરવિજયજી મ.સા.ની ૧૫મી પુણ્યતિથિએ ગુણાનુવાદ નિમિત્તે ગુણાનુવાદ સાથે પટેલ કોલોની શ્રી સંઘમાં પં. ચંદ્રશેખરવિજયજી મ.સા.ના સમુદાયવર્તી પ.પૂ.મુનીરાજ  દિવ્યપદ્મવિજયજી મ.સા. તથા ૫.પૂ. મુનીરાજ  દેવર્ષિવલ્લભવિજયજી મ.સા.ની નિશ્રામાં આવતીકાલે શ્રાવણ સુદ દશમને તા. રર/૮ ને શનિવારે સવારે ગુણાનુવાદમાં સામૂહિક બે સામાયિક, સામૂહિક આયંબિલતપ, પ્રદક્ષિણા ગુણાનુવાદ સભા સવારે ૭:૧પ થી ૮:૪પ વાગ્યા સુધી. સવારે ૭ થી સાંજે ૭ કલાક સુધી સાધુ ભગવંતના ઉપાશ્રયમાં ગુરૂમાને ૩૬-૫૪, ૧૦૮ આપવી. ત્રણેય અનુષ્ઠાનોમાં વિશિષ્ટ પ્રભાવના કરવામાં આવશે.

અનુકંપાદાન જે ગરીબોને વહેચવામાં આવશે તે માટે ઘરેથી રોટલી, સુખડી, ગાંઠિયા અથવા સેવ અને કેળા વિગેરે વસ્તુ સાધુ ભગવંતના ઉપાશ્રયે બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધીમાં મૂકી જવા અન્ય કોઈપણ વસ્તુ મૂકવી નહીં.

આ અનુકંપાના કાર્યમાં શ્રી સંઘનું એક પણ ઘર બાકત ન રહે સાથે આસપાસના લોકોને પણ જણાવવું.

ગુણાનુવાદ સભામાં આપણા શ્રી સંઘના દેરાસરજી તેમજ ઉપાશ્રયના સ્ટાફનું બહુમાન પણ કરવામાં આવશે. તેમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ પટેલ કોલોની જામનગરે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh