Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮ દિવસ પહેલાંના બનાવનો નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૧: જામનગરના ગુલાબનગરમાં બે સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે જમીને ચાલવા નીકળેલા એક પ્રૌઢાના ગળામાંથી રૂ।.૯પ હજારની કિંમતના સોનાના ચેઈનની ચીલઝડપ થયાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ હસ્તગત કરવાની પોલીસે તજવીજ કરી છે. ટોપી પહેરેલો એક શખ્સ ચેઈન ઝૂંટવી પોતાના તૈયાર ઉભેલા સાગરિતની પાછળ બાઈકમાં બેસી ગયો હતો અને ગણતરીની સેકન્ડોમાં બેલડી ફરાર થઈ ગઈ હતી.
જામનગરના ગુલાબ નગરમાં આવેલી દયાનંદ કોલોનીમાં વસવાટ કરતા જયશ્રીબેન કિશોરભાઈ પરમાર (ઉ.વ.પ૬) નામના પ્રૌઢા ગઈ તા.રની રાત્રે દસેક વાગ્યે ભોજન લીધા પછી પોતાના ઘરેથી ચાલવા માટે નીકળ્યા પછી ઘરની શેરીમાં ચાલી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ નજીક આવ્યો હતો.
માથા પર ટોપી પહેરેલા આ શખ્સે અચાનક જ જયશ્રીબેનના ગળામાં પહેરેલા ૨૧ ગ્રામ વજનના સોનાના ચેઈનની ઝૂંટ માર્યા પછી દોટ મૂકી નજીકમાં મોટરસાયકલ સાથે ઉભેલા પોતાના સાગરિતની પાછળ બેસી જતા ગણતરીની સેકન્ડમાં આ બાઈક બનાવના સ્થળેથી રફૂચક્કર થઈ ગયું હતું.
હેબતાયેલા જયશ્રીબેન કંઈ સમજે તે પહેલાં ચીલઝડપ થઈ જતાં તેઓએ બૂમાબૂમ કરી હતી પરંતુ તે પહેલાં બંને સમરી ઉડી ગઈ હતી. આ બનાવની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયશ્રીબેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂ।.૯પ હજારની કિંમતના સોનાના ચેઈનની ચીલઝડપ કરી જનાર બંને શખ્સના સગડ દબાવ્યા છે.
ઉપરોક્ત બનાવ ગઈ તા.રની રાત્રે બન્યો હતો. તે પછી છેક ગઈકાલે આ બાબતનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસે તે વિસ્તારના બનાવના સમયમાં સીસીટીવી ફૂટેજ હસ્તગત કરવાની તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial