Advertisement
Author: નોબત સમાચાર

જામનગર કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ધ્વજવંદન

સંસ્થાના પ્રમુખના હસ્તે

                                                                                                                                                                                                      

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરમાં ૮૦માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે, સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર દ્વારા ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય પર્વની શુભેરછાઓ પાઠવવામાં આવી. હતી. સંસ્થાના મંત્રી હીરાબેન તન્ના, કા.મંત્રી પાર્થ પંડ્યા, કા.વા. સમિતિના સભ્યો, વિભાગીય વડાઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહૃાાં હતાં. પ્રમુખના શુભેચ્છા સંદેશ બાદ, દેશભક્તિનાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાની હાઈ સ્કૂલવિભાગની દીકરીઓ દ્વારા દેશ ભક્તિના વિષય અનુરૂપ વિવિધ રંગોળીઓ અને આકર્ષક શાળા સુશોભન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનું સર્વે એ નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh