Advertisement
Author: નોબત સમાચાર

ચેલા પાસે ટેમ્પોમાંથી મળી આવ્યા ઈંગ્લીશ દારૂના ૨૦૬૫ ચપલાઃ એકની અટકાયત

સીટ નીચે બનાવાયું હતું ચોરખાનુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર નજીકના ચેલા પાસે ગઈરાત્રે પૂર્વ બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી એલસીબી ટીમે એક પેસેન્જર વાહનમાં લઈ જવાતા ઈંગ્લીશ દારૂના ૨૦૬૫ ચપલા કબજે કર્યા છે. આ વાહનમાં સીટ નીચે બનાવવામાં આવેલા ચોરખાનામાંથી દારૂનો ઉપરોક્ત જથ્થો નીકળી પડ્યો હતો. એક શખ્સની ધરપકડ કરાઈ છે અને એકનું નામ ખૂલ્યું છે.

જામનગર-લાલપુર રોડ પર આવેલા ચેલા ગામ પાસે એક પેસેન્જર વાહનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી એલસીબીના ઘનશ્યામ ડેરવાડીયા, અરજણભાઈ, કિશોર પરમાર, ધર્મેન્દ્રસિંહને મળતા પીઆઈ વી.બી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે ગઈકાલે રાત્રે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન જીજે-૧૯-એકસ પપપ૪ નંબરનું ટેમ્પો ટ્રાવેલર નીકળતા તેને રોકાવી એલસીબી સ્ટાફે તલાશી લીધી હતી. આ વાહનમાં સીટ નીચે ચોરખાનુ બનાવી તેમાં છૂપાવીને રાખવામાં આવેલા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૨૦૬૫ ચપલા મળી આવ્યા હતા. આ જથ્થા સાથે વાહનના ડ્રાઈવર દરેડ ગામના વિજયસિંહ બહાદુરસિંહ જાડેજાની અટકાયત કરાઈ છે. આ શખ્સે પોતાના સાગરિત સેલવાસના અમીતનું નામ આપ્યંુ છે.

એલસીબીએ રૂ।.૨૦૬૫૦૦ની કિંમતના ચપલા, એક મોબાઈલ, રૂ।.૮ લાખનું વાહન મળી કુલ રૂ।.૧૦૧૧૫૦૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.

જામજોધપુરના ધ્રાફા ફાટક પાસેથી જયેશ આલાભાઈ નામનો શખ્સ ગઈકાલે રાત્રે ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપાઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh