Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના યુવાનો માટે
જામનગર તા. ૨૦: રાજ્યના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરા મિલિટરી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી પામે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થાય તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા ૩૦ દિવસીય સંપૂર્ણ નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આગામી સમયમાં આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગ માટે અરજી કરવાની મુદત તા.૧૭/૦૮/૨૦૨૬ હતી જેમાં વધારો કરી તા.૨૯/૦૮/૨૦૨૬ સુધી અરજી કરી શકાશે.
આ તાલીમમાં જોડાવવાં ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી - દ્વારકાને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધારકાર્ડ, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. ૨૯-૦૮-૨૦૨૬ સુધીમાં સ્વખર્ચે પોતાની સંમતી આપી જવા જણાવવામાં આવે છે.
અગાઉ આવેલા નિયમો યથાવત રહેશે. વધુ માહિતી માટે ઉમેદવારો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial