Advertisement
Author: નોબત સમાચાર

એસટી ડેપોમાંથી નીકળતી બસનું ડ્રાઈવીંગ બાળક કરતો હોવાનો વીડિયો થયો વાયરલ

ડ્રાઈવર સામે પગલાં ભરવા માગણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના એસટી ડેપોમાંથી મંગળવારની રાત્રે બહાર નીકળતી એક બસનું ડ્રાઈવીંગ બાળકના હાથમાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ બાળકની બાજુમાં બસનો ડ્રાઈવર વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

જામનગરના એસટી ડેપોમાંથી મંગળવારે રાત્રે એસટીની એક બસ બહાર નીકળી રહી હતી ત્યારે ત્યાં મુસાફરની રાહ જોઈને ઉભેલા એક રિક્ષાચાલકે તે બસનું ડ્રાઈવીંગ કોઈ બાળક કરી રહ્યો હોવાનું જોયા પછી પોતાના મોબાઈલમાં તે બનાવ કંડારી લીધો હતો.

આ બસમાં કોઈ બાળક સ્ટીયરીંગ સીટ પર બેઠો હતો અને તેની બાજુમાં બસનો ડ્રાઈવર બેસેલો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉહાપોહ મચ્યો છે. એક બાળકના હાથમાં મુસાફર ભરેલી બસનું સ્ટીયરીંગ સોંપી દેવાતા ચકચાર જાગી છે. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનો જીવ ગંભીર જોખમમાં મૂકી દેવાતા અને વીડિયો વાયરલ થતાં આ ડ્રાઈવર સામે કડક પગલાં ભરવાની માગણી ઉઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh