Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડ પાસે ખાનગી કંપનીની વસાહતમાં ચોરીઃ
જામનગર તા. ૨૦: જામનગરના બેડ ગામ સામે આવેલી નંદનિકેતન ટાઉનશીપમાં વસવાટ કરતા પરપ્રાંતીય આસામીના રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રૂ।.૧૩ હજાર રોકડા મળી રૂ।.૪ લાખ પ૮ હજારની મત્તાની ચોરી થઈ છે. પોલીસમાં આ આસામીએ ફરિયાદ નોંધાવી છે. મંગળવારની બપોરથી બુધવારની સવાર સુધીમાં થયેલી આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામ પાસે નંદનિકેતન ટાઉનશીપમાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના નાગદા ગામના વતની નીતિનભાઈ યશવંતભાઈ દિક્ષીત નામના આસામી મંગળવારે બપોરે પોતાનું ઘર બંધ કરીને ગયા પછી બુધવારે સવારે જ્યારે પરત આવ્યા તે દરમિયાન તેમના મકાનમાં ચોરી થઈ ગઈ હતી.
આ આસામી જ્યારે પોતાના ઘરમાં આવ્યા ત્યારે તેઓએ રહેણાંક મકાનના દરવાજાનો લોક તૂટેલો જોયો હતો. તે રીતે ઘૂસેલા તસ્કરે અંદર પડેલા એક કબાટમાં બનાવવામાં આવેલી તિજોરીનં ખાનુ ખોલી નાખી તેમાંથી અંદાજે એક-એક તોલાના બે ચેઈન, કાનની સોનાની બે બુટી, દોઢ તોલાનો સેટ, ૧પ ગ્રામનું લોકેટ, ત્રણ વીટી, ત્રણ તોલાનું મંગળસૂત્ર, નાકમાં પહેરવાનો સોનાનો દાણો, પગના બે ઝાંઝરા, ત્રણ કટોરી, ચાંદીનો દીવો અને રૂ।.૧૩ હજાર રોકડાની ચોરી થઈ ગયાનું જણાઈ આવ્યું હતું.
તે ઉપરાંત બાજુમાં આવેલા બીજા ઓરડામાં તિજોરીના ખાનામાંથી સોનાના પાંચ ગ્રામ વજનના બે બુટીયા, સોનાનો દાણો પણ ચોરાઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. આમ કુલ રૂ।.૪ લાખ પ૮ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરીની જાણ થતાં નીતિનભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઈન્ચાર્જ પીઆઈ આકાશ બારસીયાએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચકાસવા ઉપરાંત પોલીસે બાતમીદારોને પણ એક્ટિવેટ કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial