Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરપ્રદેશમાં બધું બરાબર નથીઃ નારી શક્તિ જાગી ઊઠી !
નવી દિલ્હી તા. ર૧: ઉત્તરપ્રદેશના યોગીરાજમાં બધું બરાબર નથી, અને પોલિટિકલ સિસ્ટમ ભ્રષ્ટ બ્યુરોકસી સામે કાં તો લાચાર છે અથવા તો મિલીભગત છે, તેવી ટિપ્પણીઓ પણ મીડિયા-સોશિયલ મીડિયામાં થવા લાગી છે. આ સ્થિતિ સામે પહેલા તો ખુદ રાજ્યપાલે અવાજ ઊઠાવ્યો અને હવે એક મહિલા આઈએએસ દ્વારા કેડર બદલવવાની માંગણી થતા ઉત્તરપ્રદેશમાં મોટાપાયે ગરબડ ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે ચંપતરાયે નૃમેન મિશ્રા પર લગાવેલા આક્ષેપોને પણ ભ્રષ્ટ બ્યુરોકેસીની ફળશ્રૂતિ ગણાીને ચંદાચોરીના ઘટનાક્રમોને પણ સાંકળવામાં આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલે રાજ્યના વહીવટી તંત્ર સામે સવાલો ઊઠાવ્યા પછી તેઓ અંગત કારોણસર રજા મૂકીને ગુજરાત ચાલ્યા ગયા હોવાની ચર્ચા પણ અલગથી થઈ રહી છે, તેવામાં ઉત્તરપ્રદેશના આઈએએસ મહિલા અધિકારી રિન્કુસિંહ રાહીયે કેન્દ્રને પત્ર લખીને બીજા રાજ્યની કેડર માંગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાહીએ પત્રમાં લખ્યું છે કે, ઉત્તરપ્રદેશની 'ભ્રષ્ટ બ્યુરોકસી' તેને સ્વતંત્ર રીતે કામ કરવા દેતી નથી, એવું લાગે છે કે ઉત્તરપ્રદેશમાં 'નારીશક્તિ' જાગૃત થઈ ગઈ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial