Advertisement
Author: નોબત સમાચાર

કેનેડીના વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુઃ નવી ધ્રેવાડના મહિલાનું મોત

માનસિક બીમારીના કારણે મહિલાએ કર્યા ઝેરના પારખાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: કલ્યાણપુરના કેનેડી ગામના એક પ્રૌઢનું હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દ્વારકાના નવી ધ્રેવાડ ગામમાં વસવાટ કરતા એક પરિણીતાએ માનસિક બીમારીના કારણે સપ્તાહ પૂર્વે વિષપાન કર્યા પછી જામનગર હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે.

કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં સીમ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ગંભીરભાઈ વસાવા (ઉ.વ.પ૦) નામના આદિવાસી પ્રૌઢને ગઈકાલે બપોરે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. મેરામણભાઈ માલદેભાઈ કરંગીયાએ પોલીસને વાકેફ કરી છે.

દ્વારકા તાલુકાના નવી ધ્રેવાડ ગામમાં રહેતા શોભનાબેન જશરાજભા માણેક (ઉ.વ.૩૫) નામના મહિલા માનસિક બીમારીનો ભોગ બનેલા હતા. આ મહિલાએ ગઈ તા.૧૩ના દિને કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા શોભનાબેનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. વેજાભા માયાભા સુમણીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh