Advertisement
Author: નોબત સમાચાર

યમન-સોમાલિયાના દરિયામાં ચાંચિયાઓ દ્વારા ૨૨ ભારતીય નાગરિકો સહિત બે જહાજો હાઈજેક

બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ ૩૦ ક્રૂ મેમમ્બર્સ ફસાયાઃ હાહાકાર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૧: યમન-સોમાલીયાના દરિયાઈ વિસ્તારમાંથી બે અલગ-અલગ ઘટનાઓમાં ૨૨ ભારતીયો સહિત ૩૦ ક્રૂ મેમ્બર્સ સાથે બે જહાજોનું અપહરણ ચાંચીયાઓ કરી ગયા છે. ભારતીય નૌકાદળો અને સુરક્ષા એજન્સીઓ બચાવની કામગીરી માટે સક્રિય થઈ છે.

અરેબિયન સમુદ્ર અને હોર્ન ઓફ આફ્રિકા નજીક સમુદ્રી ચાંચિયાગીરીની ઘટનાઓએ ફરી એકવાર વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ અને ભારત સરકારની ચિંતામાં વધારો કર્યો છે. યમન અને સોમાલિયાના દરિયાઈ વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ચાંચિયાઓએ ૨૨ ભારતીય નાગરિકો સહિત ૨ કોમર્શિયલ જહાજોનું અપહરણ (હાઈજેક) કરી લીધું છે. આ ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર ભારતીય નાવિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રથમ ઘટનામાં, ઈરિટ્રિયાનો ઝંડો ધરાવતા તેલ ઉત્પાદક ટેન્કર 'એમ.ટી.સીબુ ૧' નું યમન તટથી આશરે ૩૦ નોટિકલ માઈલ દૂર અદનની ખાડીમાં ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ જહાજ પર કુલ ૨૦ ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી ૧૬ સભ્યો ભારતીય નાગરિકો છે. બાકીના ક્રૂ મેમ્બર્સમાં સીરિયા, સુદાન અને ઈરાકના નાગરિકો સામેલ છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના અહેવાલ મુજબ, હાલ તમામ ૨૦ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાની માહિતી છે, પરંતુ જહાજની વર્તમાન સ્થિતિ અંગે વધુ અપડેટ મેળવવામાં આવી રહી છે.

બીજી ઘટનામાં, સોમાલિયાના પુંટલેન્ડ તટ નજીક કેમરૂનના ઝંડાવાળા કાર્ગો જહાજ 'એમ/વી લુટુફ' ને ચાંચિયાઓએ પોતાના કબજામાં લઈ લીધું છે. આ જહાજ પર ૧૦ સભ્યોનો ક્રૂ હતો, જેમાંથી ૬ ભારતીય નાગરિકો છે. આ જહાજ મોગાદિશુ સ્થિત તુર્કીના સૈન્ય તાલીમ કેન્દ્ર માટે શસ્ત્રો, સંચાર અને સેટેલાઈટ ઉપકરણો લઈ જઈ રહૃાું હતું. આશરે ૮ ચાંચિયાઓએ જહાજ પર કબજો જમાવી તેને નૂગાલ તટ તરફ વાળી દીધું છે. આ ઘટનાઓ બાદ દરિયાઈ પ્રશાસન અને રિક્રૂટમેન્ટ એજન્સીઓ પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ભરતી એજન્સીઓએ ભારતીય નાવિકોની તમામ વિગતો શિપિંગ ડાયરેક્ટોરેટને સુપ્રત કરી દીધી છે. ભારતીય નૌકાદળ અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ હાઈજેક થયેલા જહાજો અને ભારતીય નાવિકોને સુરક્ષિત છોડાવવા માટે સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

આ ઘટનાઓ વચ્ચે, ધ ફોરવર્ડ સિમેન યુનિયન ઓફ ઈન્ડિયા (એફએસયુઆઈ) એ એપ્રિલ મહિનાનો એક જૂનો વિડિયો જારી કર્યો છે. આ વિડિયો હોર્મુઝની ખાડીનો છે, જ્યાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ની હોડીઓએ ૨૧ ભારતીય ક્રૂ ધરાવતા પનામાના કન્ટેનર જહાજને ઘેરીને ફાયરિંગ કર્યું હતું. સદનસીબે તે સમયે તમામ ભારતીય નાવિકો ઉગરી ગયા હતા, પરંતુ હાલની ઘટનાઓએ દરિયાઈ માર્ગો પર વધતા ખતરાને ફરી સપાટી પર લાવી દીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh