Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાફિક શાખા દ્વારા ૫૦ વાહનની કરાઈ હરાજી

૮૨ વેપારીઓએ હરાજીમાં ભાગ લીધોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરની ટ્રાફિક શાખા દ્વારા જુદા જુદા સમયે ડીટેઈન કરાયેલા પ૦ વાહનની જાહેર હરાજી તાજેતરમાં યોજવામાં આવી હતી.

જામનગરની ટ્રાફિક શાખા દ્વારા વર્ષ ૨૦૨૩થી વર્ષ ૨૦૨૫ દરમિયાન જુદા જુદા સ્થળેથી એમવી એક્ટની કલમ ૨૦૭ હેઠળ જપ્ત કરાયેલા વાહનો તેના માલિકોને છોડાવી જવા માટે નોટીસ આપવામાં આવી હતી.

આમ છતા ૫૦ જેટલા વાહનો પડતર પડ્યા હતા. તેમાં એક રિક્ષા, એક મોટર તથા ૪૮ ટુ વ્હીલર પડતર હતા. તે વાહનોની હરાજી માટે મંજૂરી લેવામાં આવ્યા પછી બુધવારે પોલીસ હેડકવાર્ટરમાં તેની જાહેર હરાજી યોજવામાં આવી હતી.

હરાજીમાં ૮ર વેપારીઓએ ભાગ લીધો હતો. જામનગર ગ્રામ્યના ડીવાયએસપી પિયુષ વાંદાના વડપણ હેઠળ ટ્રાફિક પીઆઈ એસ.વી. ચૌધરી, પીએસઆઈ આર.સી. દેસાઈ, એએસઆઈ ઘેલુગર ગોસાઈ, પ્રવીણભાઈ મનાત, જમાદાર સત્યજીતસિંહ વાળા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા હરાજીમાં ભાગ લેવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh