Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના બે ગંભીર પ્રશ્નો અંગે "મૌન પ્રહાર" નો નવતર વિરોધ

કોંગ્રેસ તથા ખેડૂતો દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે મહત્ત્વના પ્રશ્નો અંગે ખેડૂતો તથા કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ચુર, ચપર તથા રાજપરા, કાનપર, શેરડી ગામમાં મહાકાય કંપની દ્વારા સુચિત સબ સ્ટેશન તથા ૧પ૧-એ નેશનલ હાઈવે પર ૧૦ ગામને જોડતો રસ્તો બંધ કરાતા ખેડૂતોએ સામૂહિક રીતે ભેગા થઈને મોઢા પર હાથ રાખીને સરકાર પર 'મૌન પ્રહારો' કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

મહાકાય કંપની દ્વારા સબ સ્ટેશન બનાવાય તો ખેડૂતો જમીન વિહોણા બને તથા ખેતિની આજીવીકા પણ બંધ થાય તેમ હોય તથા ૧૦ ગામોને જોડતો રસ્તો બંધ થવાથી ખેડૂતોને ૮ થી ૧૦ કિલો મીટરનો ફેરો ખાવો પડતો હોય, આ વિરોધ પ્રદર્શન થયું હતું.

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલીયાએ જણાવેલ કે, કાનપર, રાજપરા વિસ્તારમાં ૭૦૦/૮૦૦ કે.વી.નું મોટું સબ સ્ટેશન ખાનગી કંપનીએ ઊભું કરવા ર૫૦ એકરથી વધુ જમીનમાં ઉપયોગ થવાનો હોય, ખેડૂતોની જમીન બરબાદ થઈ જશે, ખેડૂતો આજીવીકા વગરના થઈ જશે તથા હંજડાપર પાસે ગામડાઓમાં જવાનો રસ્તો બંધ કરી દેતા લોકોને આઠ-દસ કિ.મી. દૂર જવું પડે અને લોકો રોંગસાઈડમાં જવા લાગતા અકસ્માતનો ભય હોય, આ બે મુદ્દા અંગે મૌન પ્રહાર કરી લેખિત આવેદનપત્ર જિલ્લા તંત્રને આપવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh