Advertisement
Author: નોબત સમાચાર

શિવાલયોમાં સાયમ્ આરતીનો લાભ લેતા ભાવિકોઃ દીપમાળાના ભવ્ય દર્શનનો લાભ

નોબતના નાદ, ઢોલ-ઘંટારવ સાથે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તથા ગ્રામ્ય પંથકમાં આવેલા પ્રાચીન શિવ મંદિરોમાં હાલ શ્રાવણ માસ ચાલતો હોય, મોટી સંખ્યામાં ભાવિકો સાયં આરતી જે અત્યંત ભવ્ય અને રૃંવાડા ઊભા કરી દે તેવી થાય છે. તેમાં ભાવિકો ઉમટે છે.

ખંભાળીયામાં સાયં આરતીની પરંપરા શરૂ થઈ તે ખામનાથ મહાદેવ મંદિરમાં પોણો કલાક સુધી આરતી ચાલે છે. તપાવેલા નગારા અને ઢોલ પર દાંડી મારી ને ડંકા તથા ઘંટનાદ સાથે વિશિષ્ટ આરતી તથા દીપ સાથે પોણો કલાક આરતી ભક્ત અશ્વિનભાઈ વ્યાસ કે રાજેશભાઈ જોશી કરે છે તે ભાવિકોને મંત્રમુગ્ધ સાથે રૃંવાડા ખડા કરી દે છે.

આવી જ આરતી પાળેશ્વર મંદિરની પણ પ્રસિદ્ધ છે તો રામનાથ તથા શંખેશ્વર મહાદેવ અને બાલનાથ મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસની આરતીમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાય છે તથા સાંજે ભક્તિમય વાતાવરણ સાથે વિશિષ્ટ દર્શનો પણ નીત્ય નવા શ્રાવણ માસમાં યોજાતા હોય, ભાવિકો ધર્મલાભ લેવા ઉમટે છે તો અનેક મંદિરોમાં દીપમાળાના પણ વિશેષ દર્શન યોજાય છે. તાજેતરમાં ભીડભંજન મહાદેવ મંદિરમાં અગ્રણી વેપારી દુર્ગેશભાઈ છાંટબાર પરિવાર દ્વારા ભવ્ય દીપમાળાના દર્શન યોજાયા હતા. ખામનાથ તથા રામનાથ અને પાળેશ્વર મંદિરે પણ દીપમાળાના દર્શન યોજાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh