Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીવર અને ડાયાબિટીસ સંબંધિત બીમારીઓથી પીડાતા હતાં:
ઢાંકા તા. ૩૦: બાંગલાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું આજે ૮૦ વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતાં અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. હાલમાં જ તેમના પુત્ર વર્ષો પછી બાંગલાદેશ પરત ફર્યા હતાં.
બાંગલાદેશ નેશનલ પાર્ટીએ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું કે, આજે ફજરની નમાઝ પછી સવારે ૬ વાગ્યે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા છે.
બાંગલાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે આજે સવારે નિધન થયું છે. બીએનપી (બાંગલાદેશ નેશનાલીસ્ટ પાર્ટી) એ સોશિયલ મીડિયછા 'એક્સ' દ્વારા જણાવ્યું કે, આજે સવારે ૬ વાગ્યે ફજરની નમાઝ પછી ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ ૧૯૯૧ થી ર૦૦૬ વચ્ચે તેણી બે વખત વડાપ્રધાનપદે રહ્યા હતાં અને બાંગલાદેશના પ્રથમ વડાપ્રધાન હતાં. તેમના પતિ ઝિયાઉર રહેમાન પણ બાંગલાદેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતાં, અને તે પહેલા તેઓ સૈન્યના વડા પણ હતાં. પતિના મૃત્યુ પછી ખાલિદા ઝિયાએ બીએનપી પાર્ટીની બાગડોર સંભાળી હતી, અને તેઓ શાસક અને વિપક્ષમાં સતત કાર્યશીલ રહ્યા હતાં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ ગંભીર બીમારીમાં સપડાયા હતાં અને નાજુક સ્થિતિમાં તેઓની સારવાર ચાલી રહી હતી. બાંગલાદેશમાં વચગાળાની સરકાર પછી ખાલિદા ઝિયાના પુત્ર તારીક રહેમાન અત્યારે લંડનથી પરત ફર્યા પછી બાંગલાદેશની રાજનીતિના કેન્દ્રસ્થાને છે. બેગમ ખાલિદા ઝિયાની જિંદગી તથા રાજનીતિની સફર અત્યંત સંઘર્ષમય અને ઉતાર-ચઢાવવાળી રહી હતી, જો કે તેઓ પોતાના પુત્રને રાજકીય વારસો સોંપી ગયા છે અને શેખ હસીના ભારતના રાજ્યાશ્રય હેઠળ હોવાથી અને તેની પાર્ટી પર પ્રતિબંધાત્મક આદેશો હોવાથી તારીક રહેમાન માટે બાંગલાદેશનું સૂકાન સંભળાવની તકો વધી ગઈ છે, જો કે તટસ્થ ચૂંટણીઓ થાય અને તેમાં બીએનપીને સ્પષ્ટ બહુમતી મળે તે જરૂરી હોવાથી અત્યારે તો અટકાળો જ થઈ રહી છે, પરંતુ તારીક રહેમાનનું પલડું ભારે હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial