Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ સાથે ઝઘડા થતાં હોવાથી પોતાની પાસે આવી જવા આપ્યું ઈજનઃ
જામનગર તા. ૩૦: જામનગરમાં રહેતા એક શખ્સે થોડા વખત પહેલાં રાજકોટમાં પરિચયમાં આવેલી પરિણીતાને પતિને છોડી જામનગર આવી જવાનું કહી લગ્નની લાલચ બતાવી હતી. તેના કહ્યા મુજબ જામનગર આવી ગયેલી આ મહિલા સાથે લગ્ન કરવામાં ન આવતા તેણીએ રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી ફરીથી જામનગર આવી જવાનંુ કહી આ શખ્સે તેણીને એક ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા કરી આપ્યા પછી કેસ પાછો ખેંચી લેવા માટે દબાણ કરી ફડાકો ઝીંકતા અને ધમકી આપતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટીમાં એક એપાર્ટમેન્ટમાં હાલમાં વસવાટ કરતા મૂળ રાજકોટના ભગવતીપરામાં રહેતા પરિણીતાએ હર્ષદમીલની ચાલી નજીક મહાવીરનગરની શેરી નં.૧માં રહેતા દિલીપ કિશોરભાઈ સોલંકી સામે ગઈકાલે રાત્રે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ આ પરિણીતાના રાજકોટમાં જે યુવાન સાથે લગ્ન થયા હતા. તેની સાથે આ પરિણીતાને અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. તે દરમિયાન દિલીપ સોલંકી આ પરિણીતાના પરિચયમાં આવ્યો હતો. બંને વચ્ચે મિત્રતાના સંબંધ બંધાયા હતા. તે દરમિયાન દિલીપે તેણીને લગ્ન કરી લેવાની લાલચ બતાવી જામનગર આવી જવાનું કહ્યું હતું.
ત્યારપછી દિલીપની વાતોમાં આવી ગયેલી આ પરિણીતા રાજકોટથી જામનગર આવી ગઈ હતી. તે પછી થોડો સમય વિત્યો હતો પરંતુ તેણીની સાથે દિલીપ લગ્ન કરતો ન હતો. તેથી આ મહિલા રાજકોટમાં પોતાના માતા-પિતાના ઘેર ચાલી ગઈ હતી, તેણે પોલીસમાં દિલીપ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ પછી દિલીપે ફરીથી સંપર્ક કરી જામનગર પોતાની સાથે રહેવા આવવાનું ઈજન આપ્યું હતું અને જામનગર આવી ગયેલી તેણીને દિલીપે પોતાના મિત્રના ઘરમાં રહેવા માટે જગ્યા કરી આપી હતી. ત્યારપછી દિલીપે રાજકોટમાં તેણીએ કરેલી ફરિયાદ પાછી ખેંચાવવા જ જામનગર બોલાવી છે, પોતે સાથે રાખવા માંગતો નથી તેમ કહી ઝઘડો કરી ગાળો ભાંડવા ઉપરાંત ફડાકો ઝીંકતા અને કેસ પાછો ખેંચી લે નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપતા આ મહિલાએ પોલીસનું શરણું લીધુ છે. પોલીસે બીએનએસની કલમ ૧૧૫ (ર), ૩૫૨, ૩૫૧ (૩) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial