Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડગામના લીંબોઈમાં રિક્ષાસવાર બે મહિલાઓના કરૂણ મૃત્યુ
અમદાવાદ તા. ૩૦: વધુ એક વખત ગુજરાતના માર્ગો રક્તરંજિત બન્યા છે. બનાસકાંઠા અને ધ્રાંગધ્રામાં બે ભયાનક અકસ્માત થતા ૪ વ્યક્તિઓના કરૂણ મોત થયા છે અને બે જણા ઘાયલ થયા છે.
ગુજરાતમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્ય છે. સોમવારે રાત્રે રાજ્યના બે અલગ-અલગ જિલ્લાઓમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ ૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. બનાસકાંઠાના વડગામમાં રિક્ષા અને પીકઅપ ડાલા વચ્ચેની ટક્કરમાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર કાર પલટી જતા બે યુવાનો કાળનો કોળિયો બન્યા છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના લીંબોઈ નજીક એક દર્દનાક અકસ્મા સર્જાયો હતો. વડગામથી લીંબોઈ જતી પેસેન્જર રિક્ષાને પૂરઝડપે આવી રહેલા એક પીકઅપ ડાલાએ જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર લીંબોઈ ગામની બે મહિલાઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ વડગામ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પીકઅપ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર લીંબોઈ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરિપર ગામ નજીક ગત્ મોડી રાત્રે એક કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈને રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ક્રિપાલસિંહ ઝાલા અને બોનિલભાઈ દેસાઈ નામના બે યુવાનોને તબીબીઓ મૃત જાહેર કર્યા હતાં.
કારમાં સવાર અન્ય બે યુવાનોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાઈવે પર વારંવાર સર્જાતા અકસ્માતોને લીધે સ્થાનિકો અને વાહનચાલકોમાં વહીવટી તંત્ર સામે ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial