Advertisement
Author: નોબત સમાચાર

મુખ્યમંત્રી દ્વારા સુશાસનની ઉજવણીમાં જામનગરનુ જિલ્લા તંત્ર વર્ચ્ચુઅલી જોડાયુ

અટલ જયંતિના ઉપક્રમે ગાંધીનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: નાગરિક પ્રથમના અભિગમ સાથે રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણીના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના સભ્યો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતાં.

ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેઈજીની ૧૦૧મી જન્મજંયતીના દિવસે આયોજિત સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેકટર કચેરીથી કલેકટર કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના મધ્યમથી સહભાગી થયા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ, ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઇટનું અનાવરણ, ડિજિટલ ચેકબોર્ડ, ક્યુઆર કોડ, અટલ સ્વાન્તઃ સુખાય યોજનાના વેબપોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇ-ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ડિયા, ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.  મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારનો અભિગમ સરળ અને દરેક નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે છે. પૂર્વ વડાપ્રધાન 'ભારત રત્ન' અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી 'સુશાસન દિવસ' નિમિત્તે ગુજરાત સરકાર લોકાભિમુખ વહીવટ થકી નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ'ને પ્રાધાન્ય આપી 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત'ના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.

વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સરકારની યોજનાઓની માહિતી મહત્તમ લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શારદા કાથડ સહિત સંકલન સમિતિના સભ્યો, અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh